Connect Gujarat
ગુજરાત

અધિકમાસની અમાસે નર્મદા સ્નાનું અનેરૂં મહત્વ, પોઈચા ખાતે ભક્તોની જામી ભીડ

અધિકમાસની અમાસે નર્મદા સ્નાનું અનેરૂં મહત્વ, પોઈચા ખાતે ભક્તોની જામી ભીડ
X

ભારત ભરમાંથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન માટે કૂબેર ભંડારી ખાતે આવતા હોય છે

પવિત્ર અધિકમાસનો આજે અંતિમ દિવસ છે. એક માન્યતા મુજબ આખા મહિનામાં જેણે અધિક માસનો ઉપવાસ ન કર્યો હોય તેઓ આજે માત્ર એક દિવસ નર્મદામાં સ્નાન કરી કુબેર ભંડારી મહાદેવના દર્શન કરે. તેને આખા મહિનાનું પુણ્ય મળે છે. જેના કારણે જ નર્મદા જીલ્લાના પોઈચા ગામ પાસે આવેલા નર્મદાના ત્રિવેણી સંગમ પર દૂર દૂરથી ભાવિકો આજરોજ નર્મદા સ્નાન માટે ઉમટી પડ્યા હતા.

ભારતભરમાં નર્મદા એકમાત્ર એવી નદી છે કે જેના દર્શન માત્રથી તમામ પાપનો નાશ થાય છે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાન શિવની પુત્રી ગણાતી નર્મદા નદીના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. ત્યારે આજના અધિકમાસના અમાસના અવસરે નર્મદા સ્નાન કરી ગુજરાત જ નહિ પણ ભારતભરમાંથી લાખો ભાવિકો ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ નર્મદામાં સ્નાન કરીને સામા કિનારે આવેલા કુબેર ભંડારીના દર્શન કરી અનોખો લાભ લઇ રહ્યા છે. દૂર દૂરથી આવેલા ભક્તો આજે પોઈચા ખાતે નર્મદા સ્નાન કરી કુબેરભંડારીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અમાસને કારણે લાખો શ્રદ્ધાળુઓ આજે નર્મદા તટે ઉમટી રહ્યા હતા.

Next Story