Connect Gujarat
બ્લોગ

અધ્યાત્મ નું બાળસાહિત્ય કેમ નથી લખાતું?

અધ્યાત્મ નું બાળસાહિત્ય કેમ નથી લખાતું?
X

कभी बातें जैसे दादी नानी

कभी चले जैसे मम मम पानी

कभी बन जाएँ भोले सवालों की झड़ी

खो ना जाएँ ये.. तारे ज़मीं पर

सन्नाटे में हँसी के जैसे

सूने होठों पे खुशी के जैसे

ये तो नूर हैं बरसे गर

तेरी किस्मत हो बड़ी

खो ना जाएँ ये.. तारे ज़मीं पर

ફેસબુક કે વોટ્સઅપ પર મજાની કવિતાઓ વહેંચીએ છીએ, કે સ્કૂલ ચલે હમ... નાના હતાં તો બોર ખાતા, કોઠું ખાતા, સ્કૂલ બહારની લારી પરથી કંઇ પણ ખાવાની મજા હતી. વીસ પચીસ રૂપિયાના પોકેટ મનીની મજા હતી...આ વાતો મીઠું મરચું ઉમેરી મમરાવવાની મજા લઇએ છીએ. જ્યારે મોકો મળે તો ફોરવર્ડ મેસેજ પણ કરતા રહીએ છીએ. હવે દિવસે દિવસે બાળપણ નાનું થતું જાય છે. મેચ્યોરિટી વહેલી આવે છે. જે નિર્ણય એક જનરેશન કોલેજમાં પણ વિચારી શક્તી નથી હતી, તેના કરતાં વધુ સમજદારીપૂર્વક આજનો સાતમા આઠમા ધોરણનો સ્ટુડન્ટ વિચારી શકે છે. જો બાળપણ મેચ્યોર થતું હોય તો પુસ્તકો શા માટે નહીં?

ઉંમર વધતાં આપણને ગંભીર થવાનો શોખ જાગે છે, હવે તો માત્ર આધ્યાત્મિક વાંચન જ કરવું છે, પણ પ્રસ્તાવના જ વાંચી શકાય છે. પહેલાં નાનાથી કશું પલ્લે પડતું નથી....યસ.....કોક અડધું પડધુ વાંચીને ફેંકાફેંકી કરે તો પાછો વાંચનનો કીડો જાગે છે, થાત કે લાવ મુઘલ ઈતિહાસ વાંચી લઉં, ગાંધીની ટીકા કરવી છે તો લાવ સત્યના પ્રયોગો વાંચી લઉં. બૂક ખરીદવામાં કસર પણ છોડતા નથી. પણ જેવી બૂક ખોલી તો વોટ્સઅપ વાંચવા દેતું નથી. જે લોકોએ બાળપણમાં વોટ્સઅપ જોયું ન હતું તેની આ હાલત છે તો જે સોશ્યલ મીડિયાની પેદાશ છે એમના માટે તો એક ઉંમર પછી વાંચન મોટી હોબી ગણાશે. વિદેશોમાં આજે ન્યુઝ પેપર વાંચવામાં કોઈ રસ નથી, આ ટ્રેન્ડ ભારતમાં પણ આવી રહ્યો છે. આમપણ આપણું વાંચન ઘટતું જાય છે. જો કે સામા પક્ષે સોશ્યલ મીડિયા પર તંદુરસ્ત વાંચન મળવા પણ લાગ્યું છે.

બાળક થવા માટે ફાર્મ હાઉસ કે ફોરેસ્ટ પાર્ટી પિકનિક કરીને કુદરત પાસે જવાની મજા માણીએ છીએ....તો ક્યારેક આ જ મજા લેવા માટે બાળસાહિત્ય ખોલીને વાંચતાં નથી. ફેસબુક કે વોટ્સઅપ પર મેસેજ ફોરવર્ડ કરીને બચપણની મજા લેવી અને બાળક બનવું વચ્ચે આસમાન જમીનનો ફરક છે. આપણે પણ હોશિયાર બનતા જઈએ છીએ, આપણને જ છેતરવા માટે વર્ચ્યુઅલ દુનિયામાં જીવતા રહેવું ગમાડીએ છે, પણ એક હતું સસલું અને તેનો દોસ્ત કાચબો હતો આ વાંચવા માટે સમય નથી.

આપણે યુવાવસ્થામાં કે ઘડપણમાં બાળપણના સ્વપ્ના જોઇએ છીએ, વર્ચ્યુઅલ દુનિયામાં જોતા સ્વપ્ના વાસ્તવિક દુનિયાના બાળક બની શકાય તે માટે જોતા નથી. જો આ જોતાં હોત તો આપણું બાળસાહિત્ય અદભૂત બન્યું હોત. સસલા કાચબાની વાર્તા ત્યાં જ રહી ન હોત પણ એ આગળ વધી હોત. અધ્યાત્મ કે ભગવત ગીતા પરના પુસ્તકો જે જીવનના અંતિમ તબક્કામાં સમજાતાં નથી, એ પંદર વર્ષની ઉંમરે સમજાયા હોત. બાળસાહિત્ય આપણા ગુજરાતીઓની નબળી કડી બનતી જાય છે, નાની વાર્તાઓ મોટિવેશન લેક્ચરમાં ખરાખોટા સંદર્ભો જોડીને કહેવામાં આવે તો તાળી પાડવી ગમે છે, પણ આ સાહિત્ય તંદુરસ્ત બન્યું હોત તો બાળપણમાં રેફરન્સ મળી ગયા હોત. વેદ અને ઉપનિષદની ચર્ચા કરીએ છીએ, જેમાં મોટેભાગે ગપોટા જ આવતા હોય છે કારણ કે વાચવાની ઉંમરે મજબૂત સાહિત્ય બનાવી ન શક્યા. સાધુ સંતોને જે અધ્યાત્મ પર ઉચ્ચ કક્ષાના લેક્ચર આપે છે, તેમણે પોતાની દુકાન ચલાવવા સાહિત્ય નું બાળકરણ કરવાનું વિચાર્યું જ નથી. આ પ્રોસેસ થયો હોત તો પચાસ-સાઠમા વર્ષે લાગતી વાંચનની ભૂખ શ્રેષ્ઠતમ સર્જન લાવી હોત. હજી ક્યાં મોડું થયું છે?...ગાંધીથી અધ્યાત્મનું સરળ સ્વરુપમાં બનાવવાના પ્રયાસો કરીએ. ફિલ્મો, અભ્યાસુ વક્તવ્યો અને અન્ય સંદર્ભો પણ એક પુસ્તકની ખોટ પૂરી પાડે છે. આ જ ફિલ્મ કે સંદર્ભો કિશોરાવસ્થામાં પુસ્તકો વાંચીને સમજવા મળ્યા હોત તો પદ્માવતીના દિપીકા પાદુકોણના ડોકાં કાપવા પર ન આવી હોત. આપણે આવનારી પેઢીઓને તાલીબાની બનતા રોકવા હોય તો સાહિત્ય જ બચાવી શક્શે. અને ટુ ધ લાસ્ટ વાંચીને ગાંધી પોતાને બદલી નાખ્યાં, મોટિવેશનલ પુસ્તકો વાંચવાથી કશું થતું નથી, કદાચ સાચું પણ શીખે છે. આવનારી પેઢીઓ માટે અધ્યાત્મ હોય કે અઘરું કહેવાતું સાહિત્યને બાળસાહિત્ય જેવા રસિક અને સરળ સ્વરુપમાં ફેરવીશું તો સંખ્યાબંધ ગાંધી, મુનશી કે સરદાર બનાવી શકીશું.

Deval Shastri

Blog by Deval Shastri

Next Story