Connect Gujarat
સમાચાર

અનલોક 5 : સ્વિમિંગ પૂલ અને થિયેટર ખોલવાની મંજૂરી પણ શરતોનું કરવું પડશે પાલન

અનલોક 5 : સ્વિમિંગ પૂલ અને થિયેટર ખોલવાની મંજૂરી પણ શરતોનું કરવું પડશે પાલન
X

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સીટિંગ કેપેસિટીની 50 ટકા ક્ષમતાથી આ ખોલી શકાશે. જેને લઈ સરકાર ટૂંક સમયમાં એસઓપી જાહેર કરશે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ અને કોચિંગ સંસ્થા 15 ઓક્ટોબર બાદ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. સ્કૂલ, સિનેમાં હોલ માર્ચ મહિનાથી બંધ છે. હવે અનલોક 5માં શરતો સાથે તેને ખોલવાની અનુમતિ આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે, કંપનીઓના સ્તરે આયોજીત પ્રદર્શનોને 15 ઓક્ટોબરથી આયોજિત કરવાની અનુમતિ રહેશે. તેના માટે માનક સંચાલન પ્રક્રિયા વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.
મનોરંજન પાર્ક અને આ પ્રકારના સ્થળોને 15 ઓક્ટોબર બાદ ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે એસઓપી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવશે.

સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં 100થી વધુ લોકોને મંજૂરી આપવી કે નહીં તે અંગેનો નિર્ણય રાજ્ય સરકાર લેશે.ઉલ્લેખનીય છેકે, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 62 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 51,87,825 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં રિકવરી રેટ 83.33 ટકા છે.

Next Story