Connect Gujarat
ગુજરાત

અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી આપ્યું રાજીનામું

અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી આપ્યું રાજીનામું
X

દેવાની જાળમાં

ફસાયેલા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના

ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કરાની, મંજરી કક્કડ અને સુરેશ રંગચરે પણ તેમના હોદ્દા પરથી

રાજીનામું આપ્યું છે.

અનિલ અંબાણી,

છાયા વિરાની અને મંજરી કાકેરે ૧૫

નવેમ્બરે રાજીનામુ આપ્યું છે. જ્યારે રાયના કારાનીએ ૧૪ નવેમ્બર અને સુરેશ રંગાચરે ૧૩

નવેમ્બરે રાજીનામુ આપ્યું હતું.

આરકોમના માલિક

અનિલ અંબાણી પર ચીનની ત્રણ મોટી બેન્કોએ લંડન કોર્ટમાં 680 મિલિયન ડોલર (અંદાજે 47,600 કરોડ) નહીં ચૂકવવાનો કેસ દાખલ કર્યો છે.આ ત્રણેય

બેન્ક- ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેન્ક અને

એક્સપોર્ચ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈના છે. અનિલ અંબાણીની અંગત ગેરંટીની શરત પર

રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ને 2012માં 92.52 કરોડ ડોલર

(અંદાજે 65 હજાર કરોડ)નું

ધિરાણ આપવામાં આવ્યું હતું. ત્યારે અનિલ અંબાણીએ આ લોનની પર્સનલ ગેરંટી લેવાની વાત

કરી હતી. પરંતુ ફેબ્રુઆરી 2017 પછી કંપની લોન ચૂકવવામાં ડિફોલ્ટ થઈ હતી.

Next Story