Connect Gujarat
ગુજરાત

અમદાવાદના ફેમસ ટુરિસ્ટ સ્પોટ કાંકરિયામાં મુકાયું અનોખું મશીન

અમદાવાદના ફેમસ ટુરિસ્ટ સ્પોટ કાંકરિયામાં મુકાયું અનોખું મશીન
X

  • કાંકરિયા તળાવ પર તમે મફતમાં મેળવી શકશો રૂપિયા પાંચ
  • હાલ લોકોનો અભિપ્રાય જાણવા માટે કાંકરીયામાં મુકાયું આ એક મશીન
  • એક મશીનનો પ્રયોગ સફળ થાય તો આવનારા દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધુ ૨૫ હજાર આવા મશીન મૂકવાની સરકારની યોજના

હાલ દેશમાં સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે. જેમાં દેશને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોપ્યુલશન ઘટાડવા માટે તાજેતરમાં જ ગુજરાતના મોટાભાગના શહેરોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના ફેમસ ટુરિસ્ટ સ્પોટ એવા કાંકરિયામાં પણ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત હેઠળ અમદાવાના કાંકરીયામાં એક મશીન મૂકવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિક બોટલ અને એલ્યુમિનિયમ રિસાઈકલ થાય છે.

મશીનમાં બોટલ કે કેન નાંખતા જ તેમાથી એક કુપન બહાર આવે છે, જે ૫ રૂપિયાની હોય છે. એટલે કે તમે મશીનમાં બોટલ કે કેન નાંખો તો તમને ૫ રૂપિયાની કુપન મળે છે. આ કુપનમાંથી તમને કાંકરીયાના કોઈ પણ સ્ટોલ પર તમે આપો તો તે સ્ટોલ ધારક તમને ૫ રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપે છે.

હાલ લોકોનો અભિપ્રાય જાણવા માટે કાંકરીયામાં આ મશીન મુકવામાં આવ્યું છે. આ મશીનને લઈ પ્રવાસીઓમાં પણ ઉત્સાહ છે અને ગુજરાતમાં આવા મશાન મૂકાય તો શહેરમાં કચરાનુ પ્રમાણ ઓછું થઈ શકે છે. જો સરકારનો આ એક મશીનનો પ્રયોગ સફળ થાય તો આવનારા દિવસોમાં ગુજરાત સરકાર દ્ગારા રાજ્યમાં વધુ ૨૫ હજાર આવા મશીન મૂકવાની યોજના સરકાર તૈયાર કરી રહી છે.

Next Story