Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં કાર દેખો ગાડીના બે સ્ટોર કરાયા લોન્ચ

અમદાવાદમાં કાર દેખો ગાડીના બે સ્ટોર કરાયા લોન્ચ
X

કંપનીની વર્ષ2020 સુધીમાં ભારતમાં 200 સ્ટોર્સ શરૂ કરવાની યોજના

પ્રી-ઓન કારના રીટેલ ઓક્શન મોડેલ કારદેખો ગાડી સ્ટોરે આજે અમદાવાદમાં બે સ્ટોર્સ શરૂ કર્યા છે. વર્ષ 2020 સુધીમાં ભારતમાં 200 ગાડી સ્ટોર્સ શરૂ કરવાના કારદેખોના મહત્વાકાંક્ષી અભિયાનના ભાગરૂપે આ સ્ટોર્સ શરૂ કરાયા છે. તેણે દિલ્હી-એનસીઆર, બેંગ્લોર, જયપુર, પૂણે અને લખનઉમાં 41 સ્ટોર્સ શરૂ કરી દીધા છે.

અમદાવાદની સાથે હૈદરાબાદ અને મુંબઈમાં પણ સ્ટોર્સ શરૂ કરાયા છે. અમદાવાદમાં કારના ખાસ કરીને પ્રી-ઓન કારના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. નવા સ્ટોર્સ સાથે કારદેખો ગાડી સ્ટોરનો આશય તેના ગ્રાહકોને એવું વન સ્ટોપ શોપ સ્થળ પૂરું પાડવાનો છે, જે તેમને તેમની કાર માટે મહત્તમ રીસેલ વેલ્યુ ઓફર કરવાની સાથે અવરોધમુક્ત વાહન ખરીદીનો અનુભવ પૂરો પાડશે. આ સ્ટોર્સ આરસી ટ્રાન્સફર, લોન ક્લોઝર સહાય, તુરંત નાંણાં ટ્રાન્સફર અને કારની પદ્ધતિસરની તપાસ સાથે ગ્રાહકોને મદદરૂપ થશે.

ગાડી.કોમના સહસ્થાપક અનુભવ દીપે જણાવ્યું હતું કે, ‘યુઝ્ડ કાર બજારમાં 85 ટકા હિસ્સો હજી પણ અસંગઠિત છે, તેથી કારદેખો ગાડી સ્ટોર્સની જરૂર છે. અમારો આશય ભારતીય ઉપખંડમાં સ્ટોર્સના અમારા વર્તમાન અને આગામી નેટવર્કના સાથે યુઝ્ડ કારનું સરળ અને પારદર્શી વેચાણ પૂરું પાડવાનો છે. અત્યાર સુધીમાં અમારા ગ્રાહકોના પ્રતિભાવે વધુ આગળ વધવા માટે અમારો ઉત્સાહ વધાર્યો છે અને અમે આ ક્ષેત્રમાં વ્યાપક વૃદ્ધિના આધારે અમારા ભાવી અંગે સકારાત્મક છીએ.’

મેકકિન્સે એન્ડ કંપનીએ હાથ ધરેલા એક અભ્યાસ મુજબ યુઝડ કાર સેગ્મેન્ટ ભારતમાં વિકસશે. તે એશિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું કાર બજાર બની ગયું છે. ઉપરાંત કારના જીવનકાળ પર વધતા ફોકસ અને પ્રદૂષણ તેમજ સલામતી અંગેના કડક નિયમોને કારણે અને અનેક ઈલેક્ટ્રોનિક કારના આગામી લોન્ચિંગના કારણે લોકો નવા વાહનો ખરીદવા અંગે સાવધાની રાખી રહ્યા છે. આંકડાની વાત કરીએ તો છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતીયોએ વધુ કારનું વેચાણ (40 લાખથી વધુ)નું વેચાણ કર્યું, જેમાં કારની ખરીદી અને વેચાણની સરેરાશ 1:2થી 1:3 હતી.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)એ આવી જ આગાહી કરતાં કહ્યું હતું કે કારદેખો ગાડી જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સનો પ્રસાર વધતા બજારમાં વૃદ્ધિ જોવા મળશે, આવા ઓનલાઈન પ્લેટફોર્મસ યુઝ્ડ કાર ડિલર્સને વ્યાપક ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે.

Next Story