Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં ફરી થયો લઠ્ઠાકાંડ: બે મિત્રોના શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ

અમદાવાદમાં ફરી થયો લઠ્ઠાકાંડ: બે મિત્રોના શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ
X

અમદાવાદમાં ફરી લઠ્ઠકાંડ થયો હોવાની આશંકા દર્શાવાય રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે યુવકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસેથી ગઇકાલે મોડી રાત્રે ૨૮ વર્ષના ફિરોઝ શેખ અને ૨૧ વર્ષના રાજ શેખ નામના યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વટવા વિસ્તારના ચુનારા વાસ નજીક પડેલી રિક્ષા પાસેથી આ બે યુવાનોના મૃતદેહો મળી આવ્યાં હતાં. તેઓ મળ્યા ત્યારે બંન્નેના મોઢામાંથી સફેદ રંગનું ફીણ નીકળતું હતું. સારવાર માટે લઇ જતા પહેલા જ બંન્ને યુવકોના મોત નીપજ્યા હતાં. નોંધનીય છે કે આ બંન્ને યુવાનો મિત્રો હતાં. પરિવાર દ્વારા આ યુવકોની મૃત્યુ પાછળ આક્ષેપો કરવામાં આવે છે કે આ એક લઠ્ઠાકાંડ છે અને દારૂ પીધા બાદ આ બન્ને યુવકોના મોત નિપજ્યા છે.

બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. હાલ આ યુવકોના મૃતદેહને પીએમ અર્થે વી.એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ યુવકોના મોત કયા કારણોસર થયા છે તે પીએમ બાદ જ સામે આવશે.દારૂ પીધા બાદ બંનેના મોત થયા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે. યુવકોના શંકાસ્પદ મોતને લઈ લઠ્ઠાકાંડ મુદ્દે પોલીસ મૌન સેવી રહી છે.

લઠ્ઠાકાંડની શંકાના આધારે પોલીસ હરકતમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ એલજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસના ઈશારે હોસ્પિટલ સતાવાળાઓએ આ ઘટના દબાવા માટે ઈમરજન્સી વોર્ડમાં મીડિયાને પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી.

Next Story