Connect Gujarat
સમાચાર

અમદાવાદમાં મોસમ બદલાતા કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ

અમદાવાદમાં મોસમ બદલાતા  કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ
X

અમદાવાદનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના પગલે શહેરનાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ થયું હતું. જેના પગલે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. આમ તાપમાનમાં પણ ઘટાડો થઇ ઠંડક પ્રસરી હતી.

ઉત્તર ભારતનાં રાજયોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિઝની ભારે અસર હેઠળ ગુજરાતના ઉતર ભાગ અને સૌરાષ્ટ્રમાં પણ સાઈડ ઈફેકટ ઉભી થતા રવિવારે સવારે ભારે ઝાકળ આવ્યો હતો. જેના કારણે વિઝિબિલિટી સાવ નહીવત બની ગઈ હતી. અને આના કારણે વાહનચાલકો અને જનજીવન ખૂબજ પ્રભાવિત થયુ હતુ ગોંડલ તાલુકાના મોટા દડવામાં વરસાદના હળવા ઝાપટા વરસ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Next Story