Connect Gujarat
Featured

અમદાવાદ: કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના નામ કર્યા જાહેર

અમદાવાદ: કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના નામ કર્યા જાહેર
X

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને આજથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમકક ભાવનગરના 21 ઉમેદવારો, જામનગરના 27 ઉમેદવારો, સુરતના 53 ઉમેદવારો, રાજકોટના 22 ઉમેદવારો અને વડોદરાના 20 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં પક્ષને વફાદાર અને રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.

આ લિસ્ટમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં નથી આવી જે આવનાર સમયમાં બહાર પાડવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત BTP-AIMIM ગઠબંધન અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે ત્યાતે કોંગ્રેસ કોઈ રિસ્ક લેવા નથી માંગતી અને ઉમેદવારોની પસંદગી ખુબ જ બારીકાઈથી કરી રહી છે.

ઉમેદવારોના નામની યાદી આ મુજબ છે.

Next Story