Connect Gujarat
ગુજરાત

અમદાવાદ ખાતે ઈઝરાયલી ડ્રોન અને બલુન દ્વારા કરાશે રથયાત્રાની સુરક્ષા

અમદાવાદ ખાતે ઈઝરાયલી ડ્રોન અને બલુન દ્વારા કરાશે રથયાત્રાની સુરક્ષા
X

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષામા વધારો કરવામાં આવ્યો

અમદાવાદમાં આગામી ૧૪ તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષામા વધારો કરવામાં આવ્યો છે. આ વખતે રથયાત્રાની સુરક્ષા ઈઝરાયલ પદ્ધતિથી કરવામા આવશે. આગવી પ્રકારની હવાઈ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમવાર આ પ્રકારે અમદાવાદના આકાશમાં ઈઝરાયલ બલુન દ્વારા સમગ્ર રથયાત્રાની સુરક્ષા કરવામાં આવશે.

૧૪૧મી ભગવાન જગન્નાથજીની રથયાત્રમાં ઈઝરાયલી ડ્રોન અને બલુન દ્વારા હવાઈ નિરીક્ષણ કરી નાનામાં નાની ગતીવિધી પર પોલીસ ધ્યાન રાખશે. હાલમાં જ મુખ્યમંત્રી વિજય રુપાણીના ઈઝરાયલ ટુરની સફળતા સ્વરુપે પહેલી વાર ઈઝરાયલના બલુનથી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

ઈઝરાયલમાં હાલમાં આ પદ્ધતિનો પોલીસ અને સુરક્ષા દળો સુરક્ષા માટે ઉપયોગ કરે છે.રથયાત્રા દરમિયાન રસ્તા પર થતી નાનામા નાની હીલચાલ પર તેનાથી ધ્યાન રાખી શકાય છે. તેમજ દરેક એંગલને ઝૂમ કરી જોઈ શકાય તેવી ક્ષમતા આ કેમેરામા હોવાની શક્યતા છે.

Next Story