Connect Gujarat
ગુજરાત

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે થઈ કાર પલટી

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે થઈ કાર પલટી
X

મુખ્યમંત્રી વિજય રૃપાણી કાફલો ઉભો રખાવી ખબર અંતર પૂછ્યા

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર રાયસણ ગામ પાસે આજે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે પુરવઠા વિભાગની કાર પલટી ખાઇ ગઇ હતી. આ સમય મુખ્યમંત્રી વિજય રૃપાણી અમદાવાદ લગ્ન પ્રસંગેમાં હાજરી આપવા જઇ રહ્યા હતા અને માર્ગમાં અકસ્માત થયો હોવાની જાણ થતાં તેઓએ પોતાની કારનો કાફલો રોકાવી દીધો હતો.

કારમાં નીચે ઉતરીને પલટી ગયેલી કાર પાસે ગયા હતા અને હાજર લોકોના ખબર અંતર પૂછ્યા હતા, જો કે સદ્નસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. રૃપાણીએ પોલીસને કાર ચાલકને જરૃરી મદદ કરવા માટે સૂચન કર્યુ હતું. આ ઘટના અંગેનો વિડિયો તથા ફોટા સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.

Next Story