Connect Gujarat
ગુજરાત

અમદાવાદ ગેંગસ્ટર દ્વારા જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે કરવામાં આવી ખંડણીની માંગ

અમદાવાદ ગેંગસ્ટર દ્વારા જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે કરવામાં આવી ખંડણીની માંગ
X

  • જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે રૂ. ૫૦ લાખની ખંડણી માંગી

અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલિંગમે જુહાપુરા વિસ્તારમાં જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગી છે. જો બે દિવસમાં ૫૦ લાખ નહિં આપે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ફોન પર ધમકી આપી હતી.

આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેને મર્ડર કર્યું છે અને તે પેરોલ પર છૂટીને હમણાં બહાર છે. તેમ કહી શિવાએ પોતાની ઓળખ આપી હતી. જુહાપુરાની કરીમાબાદ સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા મોહંમદ ઈસ્માઈલ શેખના મોબાઈલ પર શુક્રવારની રાતે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેથી વાળી વ્યક્તિએ પોતે શિવાભાઈ મહાલિંગમ બોલું છું તેમ કહ્યું હતું. મોહંમદ ઈસ્માઈલે હું કોઈ શિવાભાઈને નથી ઓળખતો નથી તેમ કહ્યું હતું.

જેથી શિવાએ કહ્યું હતું કે મેં જુહાપુરા ફતેહવાડીમાં ફાયરિગ કરી મર્ડર કરેલું છે અને હાલમાં મેં પેરોલ જમ્પ કર્યું છે.તેં બહુ માલ બનાવ્યો છે મને બીજાએ કીધું છે કહી સામેવાળા પાસે ખંડણી માંગી અને કહ્યું કે મને તારો નંબર તલલ્હા મન્સૂરી એ આપ્યો છે. તું મને બે દિવસમાં રૂપિયા ૫૦ લાખ નહી આપે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેમ પણ કહ્યું હતું. વેજલપુર પોલીસે આવા કુખ્યાત ગુનેગાર સામે ખંડણી અને ધમકીના ગુનાની જગ્યાએ માત્ર ધમકીની જ ફરિયાદ નોંધી હતી.

Next Story