Connect Gujarat
ગુજરાત

અમદાવાદ થી જામનગર વચ્ચેની ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સનો પ્રારંભ

અમદાવાદ થી જામનગર વચ્ચેની ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સનો  પ્રારંભ
X

અમદાવાદ થી જામનગરનું 351 કિલોમીટરનું અંતર રોડ મુસાફરી દ્વારા કાપવામાં સામાન્ય રીતે 6 કલાકનો સમય થતો હોય છે. પરંતુ હવે માત્ર સવા કલાકમાં અમદાવાદ થી જામનગર પહોંચી જવાશે. કેમકે, કેન્દ્ર સરકારની યોજના 'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) હેઠળ ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સ હેઠળ શનિવાર થી અમદાવાદ-જામનગરની ફ્લાઇટનો પ્રારંભ થશે.

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સવારે ૯ વાગે અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ સૌપ્રથમ ફ્લાઇટનું ટેક્ ઓફ્ કરાવ્યુ હતુ. અમદાવાદ-જામનગર બાદ આગામી સમયમાં અમદાવાદ-મુન્દ્રા અને અમદાવાદ-દીવ વચ્ચેની ફ્લાઇટ પણ શરૃ કરવામાં આવશે.

હાલ 28 ફેબુ્રઆરી સુધીનાં શેડયૂલ અનુસાર અમદાવાદ થી આ ફ્લાઇટ સવારે 9:45નાં રવાના થઇને સવારે 11 વાગે જામનગર પહોંચશે. આવી જ રીતે જામનગર થી સવારે 11:15નાં રવાના થઇને બપોરે 12:15 વાગે અમદાવાદ પહોંચી જશે. આ ફ્લાઇટ દ્વારા અમદાવાદથી મુન્દ્રા 1 કલાકમાં અને અમદાવાદથી દીવ 1 કલાક 45 મિનિટમાં પહોંચી શકાશે. 'ઉડાન' સ્કિમ હેઠળ એર ઓડિશાને 50 રૃટના કોન્ટ્રાક્ટ મળ્યા છે. જેમાં અમદાવાદ થી ભાવનગર, જામનગર, દીવ, મુન્દ્રાનો પ્રથમ તબક્કામાં સમાવેશ થાય છે.

આ ફ્લાઇટમાં 18 મુસાફરોની બેસી શકવાની ક્ષમતા હશે. અમદાવાદ એરપોર્ટનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ કેટલાક સ્થળ વચ્ચે 8 કલાક થી વધુનું અંતર છે. ઉડાન સ્કિમ દ્વારા હવે માત્ર ગણતરીના કલાકમાં દૂરના અંતરે આવેલા સ્થળે પહોંચી શકાશે. ઇન્ટ્રા સ્ટેટથી પ્રવાસનને વેગ મળશે અને વેપારીઓને પણ ફાયદો થશે.

Next Story