Connect Gujarat
ગુજરાત

અમદાવાદ બાવળા હાઇવે પર 17કિલો સોના દાગીના સહિત 5 કરોડનાં મુદ્દામાલ ની  સનસનાટી ભરી લૂંટ ચલાવતા લૂટારુ

અમદાવાદ બાવળા હાઇવે પર 17કિલો સોના દાગીના સહિત 5 કરોડનાં મુદ્દામાલ ની  સનસનાટી ભરી લૂંટ ચલાવતા લૂટારુ
X

મધ્યરાત્રિ બાદ બનેલી ઘટના, લૂટારુઓ સિક્યુરીટીની ગન પણ લૂંટી ગયા

અમદાવાદ બાવળા હાઈવે પર મધ્યરાત્રિ દરમિયાન આંગડીયા પેઢીનાં સોનાના દાગીના સહિતનો મુદ્દામાલની સ્વિફ્ટ કારમાં આવેલા લૂટારુંઓએ લૂંટ ચલાવી હતી અને ટ્રક માં સવાર સિક્યુરીટી ગાર્ડની ગન પણ લૂટારુંઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટ ચલાવેલ મુદ્દામાલ અંદાજીત 5 કરોડ નો હોવાનું જાણવા મળ્યું છે.

ઈશ્વર બેચર આંગડીયા પેઢીની ટ્રક મધ્યરાતે અમદાવાથી રાજકોટ 17 કિલો સોનાના દાગીના સહિત નો મુદ્દામાલ લઇ ને બાવળા પાસેથી પસાર થઇ રહી હતી. તે અરસામા અચાનક એક સ્વિફ્ટ કાર ટ્રક નજીક આવી હતી અને ટ્રકને રોકી પ્રથમ ટ્રકમાં સવાર સિક્યુરીટીગાર્ડને બાનમાં લઈને તેની ગન લૂંટારૂઓએ ઝુટવી લીધી હતી.

amd 2

ટ્રકને બાવળની ઝાડી ઝાંખરામાં લઇ જઈને લૂંટારૂઓ 17 કિલો સોના દાગીના ભરેલ પાર્સલ સહિત 27 કિંમતી પાર્સલો મળીને કુલ રૂપિયા 5 કરોડ ની સનસનાટી ભરી લૂંટ ચલાવીને સ્વિફ્ટ કારમાં સવાર થઇ ને લૂટારૂઓ અંધારામાં ઓગળી ગયા હતા.

બનાવ અંગેની જાણ અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાંચ, SOG સહિત બાવળા પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને લૂટારૂઓ નું પગેરૂ મેળવવાનાં પ્રયાસો હાથધર્યા હતા. લૂટારૂઓને ઝડપી લેવા માટે પોલીસે ઠેર ઠેર નાકા બાંધી પણ કરી છે અને ચોક્કસ આયોજન રીતે લૂટને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

Next Story