Connect Gujarat
ગુજરાત

અમદાવાદ, મુંબઇ, ગાંધીધામ થી વિશેષ સાપ્તાહિક ટ્રેન દોડાવાશે

અમદાવાદ, મુંબઇ, ગાંધીધામ થી વિશેષ સાપ્તાહિક ટ્રેન દોડાવાશે
X

પશ્ચિમ રેલવે દ્વારા આગામી ઉનાળા વેકેશનને ધ્યાનમાં લઇને અમદાવાદ, ગાંધીધામ અને મુંબઇ થી એક-એક એવી કુલ 3 વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે. વિશેષ ભાડા સાથે આ સાપ્તાહિક ટ્રેન દોડાવાશે. જેનું બુકિંગ તા.4 ફેબુ્રઆરીથી શરૃ કરાશે.

09411/09412 અમદાવાદ-પટના સાપ્તાહિક એસી વિશેષ ટ્રેન દોડાવાશે. જે અમદાવાદ થી દર સોમવારે 23:50 કલાકે ઉપડશે. જે બુધવારે 8:45 કલાકે પટના પહોંચશે. આ ટ્રેન 16 એપ્રિલ થી 25 જુન સુધી દોડશે. પરતમાં પટના થી દર બુધવારે 11:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે ગુરૃવારે 19:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 18 એપ્રિલ થી 27 જુન સુધી દોડાવાશે.

09453/09453 ગાંધીધામ-જાલંધર સિટી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાશે. જે ગાંધીધામ થી દર સોમવારે 18:35 કલાકે ઉપડશે. બીજા દિવસે 22:50 કલાકે જાલંધર સિટી પહોંચશે. જે ટ્રેન 16 એપ્રિલ થી 28 મે સુધી દોડાવાશે. પરતમાં આ ટ્રેન દર બુધવારે જાલંધર સિટી થી 04:45 કલાકે ઉપડીને બીજા દિવસે 08:25 કલાકે ગાંધીધામ પહોંચશે.18 એપ્રિલ થી 30 જુન સુધી દોડાવાશે.

09433/09434 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવાશે. બાન્દ્રા ટર્મિનસ થી આ ટ્રેન દર શનિવારે 00:25 કલાકે ઉપડશે અને તેજ દિવસે 13:50 કલાકે ગાંધીધામ પહોંચશે. પરતમાં દર શનિવારે ગાંધીધામ થી 16:35 કલાકે ઉપડીને બીજા દિવસે 06:15 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ થી 30 જુન સુધી દોડાવાશે.

Next Story