Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાં વિવિધ સરકારી વિભાગોમાં કર્મચારીઓની કરાશે ભરતી, જુઓ મુખ્યમંત્રીએ શું આપ્યો આદેશ

અમદાવાદ :  રાજયમાં વિવિધ સરકારી વિભાગોમાં કર્મચારીઓની કરાશે ભરતી, જુઓ મુખ્યમંત્રીએ શું આપ્યો આદેશ
X

ગુજરાતમાં યુવાનોને રોજગારીને લઇને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. રાજ્યમાં ભરતી અને નિમણુંક પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે.

રાજયમાં રોજગારીના મુદ્દે વિપક્ષ હંમેશા સરકાર પર નિશાન સાધતો આવ્યો છે ત્યારે હવે રોજગારીને લઇને મહત્વના સમાચાર આવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કર્યો છે. જે અંતર્ગત 8 હજારથી વધુ નિમણુંક પત્રો આપવામાં આવશે. જ્યારે બીજી તરફ 5 મહિનામાં 20 હજારથી વધુ યુવાઓને નોકરીની તક મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ઉભી થશે .રાજ્યના વિવિધ વિભાગમાં છેલ્લા ચાર વર્ષોમાં સવા લાખ કર્મચારીઓની ભરતી કરાઈ છે. ત્યારે હવે અટકેલી સરકારી નોકરીની ભરતી હવે તાત્કાલિક કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે કવાયત હાથ ધરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા મુદ્દે CM વિજય રૂપાણીએ પરીક્ષા પરિણામો તેમજ GPSCની 103 પેન્ડિંગ ભરતીના પરિણામોની યાદી મેળવવામાં આવી હતી. આ મુ્દ્દે ગઇકાલે GSSSBના અધ્યક્ષ અસિત વોરા સાથે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઇ હતી

Next Story