Connect Gujarat
ગુજરાત

અમને એટલુ જ ખબર છે કે, સાન્તા ક્લોઝનો ડ્રેસ વેચાશે તો અમારા ઘરનો ચુલો સળગશે...

અમને એટલુ જ ખબર છે કે, સાન્તા ક્લોઝનો ડ્રેસ વેચાશે તો અમારા ઘરનો ચુલો સળગશે...
X

સાન્તા ક્લોઝનો ડ્રેસ વેચતા સેંકડો ગરીબ પરિવારોની સ્થીતીનો ચિતાર

જો સાન્તા ક્લોઝનો ડ્રેસ આજે વેચાશે તો જ મારા ઘરનો ચુલો સળગશે....આ વાક્ય બોલનારા એક ગરીબ આધેડના હાથમાં ખુશમીજાજી, દયાળુ, માયાળુ અને બાળકોના પ્રિય સાન્તા ક્લોઝનો ફેસ માસ્ક હતો. આ માસ્કના ચહેરા ઉપર હાસ્ય રેલાયેલુ હતું અને તે જેના હાથમાં હતો તે શ્રમજીવીના ચહેરા ઉપર ચિંતાનો ભાવ સ્પષ્ટ જોવા મળતો હતો.

વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારના ફુટપાથ ઉપર ઉભા રહીને સાન્તા ક્લોઝનો ડ્રેસ વેચી રહેલા આધેડ રમેશભાઈએ જણાવ્યુ હતુ કે, તેમના પરિવારમાં પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. રમેશભાઈ તથા તેમનુ પરિવાર સિઝનેબલ ગુડ્સનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે.

તેમના પરિવારના તમામ સદસ્યો ઉત્તરાયણમાં પતંગ, ગોળીમાં ધાણી-ચણા, ક્યારેક ચાર્જર, જૂના કપડાનો ધંધો કરે છે. હાલમાં ક્રિસમસની સિઝન ચાલે છે એટલે તેઓ સાન્તા ક્લોઝનાં કપડા વેચી રહ્યા છે. તેમને જ્યારે અમે પુછ્યુ કે, સાન્તા ક્લોઝ કોણ છે ? તેની તમને ખબર છે...

તો તેમનો સીધો જવાબ એ હતો કે, તેમના વિષે અમે બસ એટલુ જ જાણીએ છીએ કે, સાન્તા ક્લોઝ નો ડ્રેસ વેચાશે તો અમારા ઘરનો ચુલો સળગશે...

રમેશભાઈ જેવા સેંકડો ગરીબ પરિવારના લગભગ તમામ સદસ્યો સાન્તા ક્લોઝનો ડ્રેસ વેચીને પેટની ભૂખ ભાંગવા માટે કાલાઘોડા, અકોટા-દાંડિયા બજાર બ્રિજ, ગેંડા સર્કલ અને ફતેગંજ વિસ્તારના ફુટપાથો ઉપર ઉભા છે. દરેકની લગભગ સરખી જ સ્થિતી છે. દેશ આઝાદ થયો તેને આજે વર્ષો વિતી ગયા પણ તેમને હજીય ગરીબીની ગુલામી કરવી જ પડે છે.

Next Story