Connect Gujarat
દેશ

અમરનાથના માર્ગ પર ભૂસ્ખલન: છ ના મોત

અમરનાથના માર્ગ પર ભૂસ્ખલન: છ ના મોત
X

ભૂસ્ખલન રેલવે અને બરારીમાર્ગની વચ્ચે થયું હતું.

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં અમરનાથ યાત્રાના માર્ગ પર બાલતાલ આધાર શિબિર નજીક ગત રોજ ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલન રેલવે અને બરારીમાર્ગની વચ્ચે થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ પુરુષો અને એક મહિલા તીર્થયાત્રી સહીત કુલ છના મોત નીપજ્યાના અહેવાલ મળી રહ્યા છે.

જ્યારે ત્રણ તીર્થયાત્રીઓ ગંભીરપણે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને બાલતાલ બેસ હોસ્પિટલમાં રાખાયા છે. રાહત અને બચાવ કાર્યા માટે એસડીઆરએફ, એમઆરટી અને આઈટીબીપીની ટીમો તૈનાત પણ કરવામાં આવી છે.

આ પહેલા અમરનાથ યાત્રાની આધારા શિબિર બાલતાલના કાર પાર્કિંગના સ્થાન પર અચાનક પૂર આવ્યું હતું. પરંતુ આ ઘટનામાં ત્યારે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ પહેલા ત્રણ શ્રદ્ધાળુઓના અલગ-અલગ કારણોથી મોત નીપજ્યા હતા.

જેમાં બાલતાલ કેમ્પમાં આંધ્રપ્રદેશના થોટા રધનામ અને રાધાકૃષ્ણ શાસ્ત્રીના હ્રદયરોગના હુમલાથી મોત નીપજ્યા હતા. જ્યારે બાલતાલથી ટ્રેકિંગ કરીને પવિત્ર ગુફા જતી વખતે એક પથ્થર સાથે અથડાયા બાદ ઉત્તરાખંડના વતની પુષ્કરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Next Story