Connect Gujarat
દેશ

અમરનાથ યાત્રામાં ત્રણ દિવસમાં 29000 થી વધુ શ્રદ્ધાળુઓ એ કર્યા બર્ફાની બાબાના દર્શન

અમરનાથ યાત્રામાં ત્રણ દિવસમાં 29000 થી વધુ શ્રદ્ધાળુઓ એ કર્યા બર્ફાની બાબાના દર્શન
X

અમરનાથ યાત્રાની તારીખ 29મી જૂનથી શરુઆત થઇ છે. યાત્રાના ત્રણ દિવસમાં 29000 થી પણ વધુ શ્રદ્ધાળુઓ એ બર્ફાની બાબાના દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

દક્ષિણ કાશ્મીરની અમરનાથ ગુફા મંદિરમાં બર્ફાની બાબા ભોળાનાથની યાત્રા તારીખ 29મી જૂન થી શરૂઆત થઇ હતી. અને ત્રણ દિવસમાં જ 29000 થી પણ વધુ યાત્રીઓએ બર્ફાની બાબાના દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ યાત્રા દરમિયાન પશ્ચિમ બંગાળના એક વ્યક્તિનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે, અને અત્યાર સુધીમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

અમરનાથની આ યાત્રા 40 દિવસની છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શન કરીને ધન્યતાનો અહેસાસ કરે છે.

Next Story