Connect Gujarat
ગુજરાત

અમરેલીના મોટા બારમાણમાં ગૌશાળાના સંચાલકે સિંહ સાથે બાથ ભીડી.

અમરેલીના મોટા બારમાણમાં ગૌશાળાના સંચાલકે સિંહ સાથે બાથ ભીડી.
X

અમરેલી જિલ્લાના ખાંભાના મોટા બારમાણ ગામમાં એક ગૌશાળાના સંચાલક દેવશીભાઇ વાઢેરે ગાય પર હુમલો કરવા આવેલા એક સિંહ સાથે બાથ ભીડી હતી. જેમાં સિંહને એ સંચાલકે દંડાનો ઘા કરીને પાછો ખદેડી દીધો હતો. અને આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના 10મી જૂને બની હતી જેનો વિડીયો સમગ્ર વિસ્તારમાં વાઇરલ થતાં એ ગૌશાળાના સંચાલકની બહાદુરીના લોકો કાયલ થઈ ગયા હતા.

Next Story