Connect Gujarat
સમાચાર

અમરેલીમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહારો, રાજય સરકારે શહેરોમાં હેલમેટ મરજીયાત કરતાં કોંગ્રેસને ભાવતું મળ્યું

અમરેલીમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહારો, રાજય સરકારે શહેરોમાં હેલમેટ મરજીયાત કરતાં કોંગ્રેસને ભાવતું મળ્યું
X

રાજય સરકારે કેબીનેટની બેઠકમાં શહેરી વિસ્તારોમાં

હેલમેટ મરજીયાત બનાવી દેતાં કોંગ્રેસ માટે ભાવતું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના આંદોલનના પગલે સરકારને તેના નિર્ણયોમાં

પીછેહઠ કરવી પડી હોવાનો દાવો કરી દીધો છે.

અમરેલી ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર સામું તીર તાંકીને આકરા પ્રહારો કર્યા હતા. સરકાર દ્વારા હેલ્મેટના કાયદાઓમાં આપેલી છૂટછાટ અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસે કરેલા જનવેદના આંદોલનથી ડરીને સરકારને શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજીયાત કરવાની ફરજ પડી છે.

રાજયમાં સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજ અંગે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેડૂતોને 25 હજાર કરોડ કરતા વધુ નુકશાન થયું છે. 700 કરોડનું પેકેજ ભીખમાં ટુકડો આપ્યો હતો પણ કોંગ્રેસે આંદોલન કરતા 3,700 કરોડ સુધી વળતર ચૂકવાવની જાહેરાત કરી છે. ખેડૂતોને પેકેજ અંતર્ગત સહાયની રકમ નહી મળે તો કોંગ્રેસ ગામડે ગામડે જઇને આંદોલન કરશે.

બીજી તરફ બિન સચિવાલયની ભરતીમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહયાં છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક ભરતી પરીક્ષામાં ભાજપના મળતીયાઓ ગેરરીતીઓ કરી વિદ્યાર્થીઓના ભાવિને જોખમમાં મુકી રહયાં છે. પરીક્ષામાં ગેરરીતીના પુરાવાઓ બતાવનારાઓને કાયદાનો ભય બતાવી તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે.

Next Story