Connect Gujarat
ગુજરાત

અમરેલી : ખડસલીમાં ખેડૂતોની “હૈયાહોળી”, પાક વીમો નહિ મળતાં રસીદોની કરી “હોળી”

અમરેલી : ખડસલીમાં ખેડૂતોની “હૈયાહોળી”, પાક વીમો નહિ મળતાં રસીદોની કરી “હોળી”
X

પાક વીમા મુદ્દે અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ભારે

નારાજગી જોવા મળી રહી છે. પાક વીમાનું પ્રીમિયમ કાપી લેતી વીમા કંપનીઓ ખેડૂતોને

પાકને થયેલાં નુકશાનના નાણા ચૂકવતી ન હોવાથી ખડસલીના ખેડૂતોએ વીમા કંપનીઓના કાગળો

ની હોળી કરીને રોષ ઠાલવ્યો હતો.

આ છે અમરેલી જિલ્લાના ખડસલી ગામના ખેડૂતો અને તેઓ

વીમા કંપનીએ આપેલી રસીદોની હોળી કરી રહયાં છે અને તેનું કારણ છે વીમા કંપનીઓની

આડોડાઇ. ખેડૂતો પાસેથી પ્રિમિયમની રકમ લઇ લેવામાં આવી છે પણ હવે નુકશાનીના નાણા ચુકવવામાં ઠાગાઠૈયા

કરાઇ રહયાં છે. ખેડૂતોએ પાક વીમા મુદ્દે વીમા કંપનીઓએ મોકલાવેલાં પ્રીમિયમના કાગળો સળગાવીને

વીમા કંપની સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે કંપની વિરૂધ્ધ નારેબાજી પણ કરી હતી. બહેરી

અને મૂંગી સરકાર ત્વરિત વીમા કંપનીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ

છે. ખડસલીના સરપંચ ચેતન માલાણીએ યુનિવર્સલ વીમા કંપની સામે આક્રોશ વ્યકત કરી

નુકશાનીની રકમ ઝડપથી ચુકવી આપવામાં આવે તેમ જણાવ્યું હતું.

Next Story