Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લામાં પાંચમા દિવસે મેઘ મહેર યથાવત

અમરેલી જિલ્લામાં પાંચમા દિવસે મેઘ મહેર યથાવત
X

અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસતા રાજુલાના સાજણવાવ ગામની સ્થાનિક સાંજણી નદીમાં પુર આવતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તો લીલીયાના આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

સાવરકુંડલાના પીપરડી ઘોબામાં ધોધમાર વરસાદ છે તો લાઠીના આંબરડીમાં અંધરાધાર વરસાદ પડ્યો છે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ આંબરડીમાં ખાબકતા જુના પ્લોટ વિસ્તારમાં નદીઓ જેવા પાણી વહેતા થઈ ગયા છે જૂનો પ્લોટ વિસ્તાર આખો હાલ સંપર્ક વિહોણો બની ગયો છે સાવરકુંડલા શહેર અને અમરેલી બાબરા વડિયા કુંકાવાવ ને બગસરામાં હાલ વાદળો છવાયા છે.

Next Story