Connect Gujarat
ગુજરાત

અમરેલી: ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓના શિક્ષણની જુઓ કેવી અવદશા

અમરેલી: ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓના શિક્ષણની જુઓ કેવી અવદશા
X

સરકાર દ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાતના સ્લોગનો છે, પણ ભણવાની વાસ્તવિકતા આખી અલગ જ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પ્રાથમીક શાળામાં ૨૧૪ વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત ત્રણ ઓરડામાં ભારતના ભવિષ્ય સમાનના વિદ્યાર્થીઓ ઓસરીમાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે.

ત્યારે શું છે શિક્ષણની અવદશા જોઈએ આ કનેકટ ગુજરાતના ખાસ અહેવાલમાં અમરેલી જિલ્લાના સૌથી મોટો તાલુકા સાવરકુંડલા શહેરની પ્રાથમિક શાળા નંબર ૬. આ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૭ ની પ્રાથમિક શાળા છે. પણ વિદ્યાર્થીઓની ભારે અવદશા છે કે આ પ્રાથમિક શાળામાં છે ફક્ત ૩ ઓરડા અને ધોરણ ૭.

૩ ઓરડામાં એક ઓરડામાં આ પ્રાથમિક શાળાના આચાર્ય બેસે છે તો બે ઓરડામાં ચાલે છે. આખી પ્રાથમિક શાળાના બે ઓરડા બાદ એક ધોરણને શાળાના ઓસરીમાં બેસાડીને શિક્ષણનું ભણતર કાર્ય ચાલુ છે ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ પણ નવા ઓરડા બને તેવી સરકારને વિનંતી કરી રહ્યા છે.

શાળાના વિદ્યાર્થીઓને નવી બિલ્ડીંગ મંજુર થઈ ગઈ છે જેનું ખાત મુહરત પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે માસ પહેલા ઓનલાઈન કરી દીધું છે પણ વિદ્યાર્થીઓની મજબૂરી છે કે આ શાળામાં ખાત મુહરત બાદ પણ હજુ શાળાની નવી બિલ્ડીંગનું કામ શરૂ ન થતા ૧ થી ૮ ધોરણના ૨૧૪ વિદ્યાર્થીઓને ભણતરમાં અગવડતા પડી રહી છે. ત્યારે આ શાળાના આચાર્ય અરૂણ દેવમુરારીએ જણાવ્યું હતું કે

૧૦૦ વર્ષ જૂની શાળાને પાડી નાખવામાં આવી હતીને ઇ ભૂમિ પૂજન મુખ્યમંત્રી રૂપાણીએ બે માસ પહેલા થઈ ગયું છે જેનો સ્વીકાર પણ શાળાના આચાર્ય કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણ તંત્રના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ગોપાલ અધેરાએ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એક અઠવાડિયા માં કામગીરી શરૂ થવાની હૈયાધારણા આપી હતી.

Next Story