Connect Gujarat
ગુજરાત

અમરેલી : માનવભક્ષી દિપડાને બગસરાની ગૌશાળામાં ઠાર મરાયો

અમરેલી :  માનવભક્ષી દિપડાને બગસરાની ગૌશાળામાં ઠાર મરાયો
X

અમરેલીના

બગસરા પંથકમાં માનવભક્ષી દિપડાઓએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વન વિભાગની ટીમને એક

મોટી સફળતા હાથ લાગી છે. બગસરાની ગૌશાળામાં આવેલાં માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં

આવ્યો છે.

અમરેલી

જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડાઓના માનવીઓ પરના હુમલાના બનાવો વધી

ગયાં હતાં. દીપડાઓ માનવભક્ષી બની જતાં લોકોનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની

ગયું હતું. દિવસ અને રાત્રિના સમયે ખેડૂતો ખેતરોમાં જતાં ગભરાઇ રહયાં હતાં. ખેતી

માટે ખેડૂતોને ખેતરમાં ખાસ પ્રકારના પાંજરા બનાવવાની ફરજ પડી હતી. દીપડાથી બચવા

માટે ખેડુતો પોતાની જાતને પાંજરામાં કેદ કરી દેતા જયારે માનવભક્ષી દીપડાઓ મુકતપણે

વિચરણ કરતાં હતાં. માનવભક્ષી દિપડાઓને ઝડપી પાડવા માટે વન વિભાગની 100થી વધુ ટીમો કામે લાગી હતી અને 30થી વધારે સ્થળોએ પિંજરા મુકવામાં આવ્યાં

હતાં. બે દિવસ પહેલા કાગદડી ગામેથી એક દીપડી પાંજરે પુરાઇ હતી પણ પંથકમાં બે કરતાં

વધારે નરભક્ષી દીપડા હોવાથી વન વિભાગની ટીમે કાર્યવાહી ચાલુ રાખી હતી. દરમિયાન

બગસરામાં આવેલી ગૌશાળમાં આવેલાં એક દીપડાને ઠાર મારવામાં સફળતા મળી છે. અત્રે

ઉલ્લેખનીય છે કે, દીપડાઓ વધુ

માનવીઓનો ભોગ લે તે પહેલાં તેમને ઠાર મારવાનો આદેશ સરકારે આપ્યો છે. ઠાર મારવામાં

આવેલાં દીપડાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story