Connect Gujarat
દેશ

અમિતાભ બચ્ચનની તીન સહિત ત્રણ ફિલ્મો થશે રિલીઝ

અમિતાભ બચ્ચનની તીન સહિત ત્રણ ફિલ્મો થશે રિલીઝ
X

તારીખ 10 જુન શુક્રવાર નાં રોજ ત્રણ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. જેમાં કેબરેટ, તીન અને દો લબ્ઝો કી કહાની સામેલ છે. ફિલ્મ જિસ્મ અને જિસ્મ-2ને સફળતા મળ્યા બાદ પૂજા ભટ્ટ ફિલ્મ કેબરેટ લઇને આવી છે. ફિશઆઇ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ડાયરેક્શન કૌસ્તવ નારાયણ નિયોગીએ કર્યું છે.આ ફિલ્મ માં રિચા ચઢ્ઢા અને ગુલશન દેવૈહ લીડ રોલ ભજવી રહ્યા છે.

m carbet

કેબરેટ બાદ જેની ખૂબ આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે થ્રિલર ફિલ્મ તીન આવી રહી છે. ફિલ્મની વિશેષતા એ છે કે તેમાં અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને નવાઝુદ્દીન સિદ્દિકી જેવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મમાં એક દાદાની વાત કરવામાં આવી છે જે પોતાની પૌત્રીના હત્યારાને શોધવા માટે અવિરત શોધ ચલાવે છે.

દાદાના રોલ અમિતાભ બચ્ચને ખૂબ સરસ રીતે નિભાવ્યો છે. ફિલ્મની વાર્તા જ્હોન વિશ્વાસની આસપાસ ફરે છે. જે પોતાની પૌત્રી એન્જેલાને એક અપહરણ કેસમાં ગુમાવે છે. નવાઝુદ્દીન સિદ્દિકી પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે જે એન્જેલાને બચાવવામાં નિષ્ફળ જતા પ્રિસ્ટ બની જાય છે.

વિદ્યા બાલન પણ પોલીસ ઓફિસરનું પાત્ર નિભાવી રહી છે જે બીજા અપહરણ કેસની ઇન્ચાર્જ છે.ત્રણેય કલાકારોએ ખૂબ જ સરસ કામ કર્યું છે. ત્રણેય દિગ્ગજ કલાકારોનો ત્રિવેણી સંગમ દર્શકોને ખેંચી લાવવામાં સફળ થાય છે કે નહી તે તો સમય જ કહેશે.

m lafzo ki kahaani

રણદીપ હુડાની ફિલ્મ દો લબ્ઝો કી કહાની પણ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ એક રોમાન્ટિક ડ્રામા છે. જેમાં રણદીપની સામે કાજલ અગ્રવાલ છે. ફિલ્મનું દિર્ગશન દિપક તિજોરીએ કર્યું છે. ફિલ્મની વાર્તા એક માર્શલ આર્ટ ફાઇટરની આસપાસ ફરે છે જે એક પ્રજ્ઞા ચક્ષુ છોકરીના પ્રેમમાં પડે છે.

Next Story