Connect Gujarat
દેશ

અમિતાભ બચ્ચનની યશકલગીમાં વધુ એક પિચ્છ, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત

અમિતાભ બચ્ચનની યશકલગીમાં વધુ એક પિચ્છ, દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
X

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.અમિતાભ બચ્ચનને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન તથા પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર રહ્યા હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે

તેમને એવોર્ડ એનાયત કરાયો હતો. દાદા સાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ

સન્માન માનવામાં આવે છે. આ એવોર્ડ સિનેમા ક્ષેત્રે મોટું યોગદાન આપવા અને કલા

ક્ષેત્રમાં મહત્વપુર્ણ યોગદાન

આપવા બદલ આપવામાં આવે છે. આ પહેલા આ સન્માન વર્ષ 2017માં વિનોદ ખન્નાને મળ્યું હતું. તે

સિવાય 2015માં ભારત

કુમારના નામથી જાણીતા એક્ટર મનોજ કુમારને મળ્યો હતો. 2014માં શિશ કપૂર, 2013માં ગુલઝાર અને 2012માં પ્રાણને મળી ચુક્યો છે. વર્ષ 1969માં આ સન્માન સૌથી પહેલા દેવિકા રાણીને

આપવામાં આવ્યું હતું.

Next Story