Connect Gujarat
દેશ

અમેરિકાએ ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઇઝેશન-1નો આપ્યો દરજ્જો

અમેરિકાએ ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઇઝેશન-1નો આપ્યો દરજ્જો
X

આ દરજ્જો મેળવનારો ભારત દક્ષિણ એશિયાનો એકમાત્ર દેશ બન્યો

અમેરિકાએ ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઇઝેશન-1નો દરજ્જો આપ્યો છે. અને આ દરજ્જો મેળવનારો ભારત દક્ષિણ એશિયાનો એકમાત્ર દેશ બન્યો છે. NSGમાં ભારતને સામેલ કરવાનો વિરોધ કરતા ચીન માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. આ જાહેરાતથી બંન્ને દેશો વચ્ચે રક્ષા અને અન્ય કેટલાંક ક્ષેત્રોમાં સંબંધો મજબૂત થઇ શકશે.

મહત્વપૂર્ણ વાત તે છે કે, આ દરજ્જો મેળવનારો ભારત દક્ષિણ એશિયાનો એક માત્ર દેશ છે. આ સિવાય અમેરિકાના નાટો સહયોગીઓ દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા તથા જાપાનને આ દરજ્જો મળેલો છે. અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજસિંહ સરનાએ આ નિર્ણયને આર્થિક અને સુરક્ષાના ક્ષેત્રોમાં ભાગીદાર તરીકે ભારત પ્રત્યે અમેરિકાના વધતા ભરોસાનું ઉદાહરણ ગણાવ્યું છે, તેમણે કહ્યું કે, તેનાથી દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થશે. આ દરજ્જો મળવાથી ભારતને અમેરિકાથી હાઇટેક્નોલોજી પ્રોડક્શન જેવા અંતરિક્ષ અને સુરક્ષા સેક્ટરમાં મદદ મળશે.

Next Story