Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: મોડાસાના બામણવાડ ગામે અનુ.જાતિ વરઘોડો કાઢવા બાબતે હુમલો,૧૫ સામે ફરિયાદ

અરવલ્લી: મોડાસાના બામણવાડ ગામે અનુ.જાતિ વરઘોડો કાઢવા બાબતે હુમલો,૧૫ સામે ફરિયાદ
X

મોડાસાના બામણવાડ ગામે અનુ.જાતિ વરઘોડો ગામમાં કાઢવા બાબતે પિતરાઈ ભાઈ પર અસામાજિક તત્વો નો હુમલો થતાં પોલિસે ૬ લોકોના નામજોગ સહિત ૧૫ લોકોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી જાતિગત ભેદભાવ ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.. ખંભીસર ગામમાં અનુ.જાતિ સમાજના યુવકના વરઘોડામાં થયેલા ઘર્ષણ થી સમગ્ર દેશમાં જીલ્લા સહીત રાજ્યની છબી ખરડાઈ છે. ત્યારે વધુ એક ઘટના બહાર આવતા ચકચાર મચી છે.. મોડાસા તાલુકાના બામણવાડ ગામે ૧૬ મેં ના રોજ અનુ.જાતિ યુવકનો વરઘોડો ગામમાં વાજતે-ગાજતે નીકળ્યો હતો. આ વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને હજમ ન થતા તેની અંગત અદાવત રાખી આર્મી માં ફરજ બજાવતા ૩ જવાનોએ અન્ય શખ્શો સાથે વરરાજાના પિતરાઈ ભાઈ રાકેશ વિનોદભાઈ પરમારને ફોન કરી ગામના તળાવ નજીક બોલાવી ગડદાપાટુ અને લાકડી વડે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં યુવક જીવ બચાવી ઘરે દોડી આવતા પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી... આ સમગ્ર મામલે પલિસે 6 લોકોના નામ જોગ સહિત પંદર લોકોના ટોળા વિરૂદ્ધ એટ્રોસ્ટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story