Connect Gujarat
ગુજરાત

અરવલ્લી :પૂનમના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ, જય રણછોડ, માખણ ચોરના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર

અરવલ્લી :પૂનમના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ, જય રણછોડ, માખણ ચોરના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર
X

અરવલ્લી જિલ્લાનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રથયાત્રા પહેલા આવતી જેઠ મહિનાની પૂનમના દર્શનનું અનેરૂ મહત્વ હોય છે ત્યારે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા હતા. પૂનમ હોવાથી શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થ કરવામાં આવી હતી, જેથી કોઇ દર્શનાર્થીને હાલાકી ન પડે. દર પૂનમના દિવસે શામળાજી મંદિરમાં કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે, જેને લઇને પોલિસ વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી હતી.

રથયાત્રા પહેલા આવતી જેઠ મહિનાની પૂનમના દિવસે ભક્તો ભગવના શામળિયાના દર્શન કરવાનો લ્હાવો લેવા માટે અચૂક પહોંચે છે, કારણ કે, શામળાજી મંદિર કુદરતના ખોળે વસેલુ એક ધાર્મિક પર્યટક સ્થળ છે. ખાસ વરસાદી મહાલો જામે છે, જેથી વાતાવરણ પણ દર્શનાર્થીઓ માટે અનુકૂળ હોય છે, જેથી જેઠ મહિનાની પૂનમ ભરવા માટે ભક્તોનો ધસારો વધુ જોવા મળે છે. વહેલી સવારે ભગવાનની મંગળા આરતોની પણ ભક્તો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી.

Next Story