Connect Gujarat
ગુજરાત

અરવલ્લી માં ઠેર ઠેર પડ્યા ભુવા પ્રિ મોન્સુન કામગીરો પર ઉઠ્યા સવાલ

અરવલ્લી માં ઠેર ઠેર પડ્યા ભુવા પ્રિ મોન્સુન કામગીરો પર ઉઠ્યા સવાલ
X

અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર વિકાસના કાર્યો ચાલી રહ્યા છે, જો કે પ્રી મોન્સુન પ્લાનિંગ પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મોડાસા શહેરમાં ચોવીસ કલાકમાં ખાબકેલા બે ઇંચ વરસાદે પ્રિમોન્સુન પ્લાન ધરાશાયી કરી દીધો છે. શહેરમાં મુખ્યમાર્ગ પર પાંચ થી વધારે સ્થળોએ ઉંડા ભુવા પડતા નગરજનો અને રાહદારીઓ માટે જીવનું જોખમ પેદા થયું હતું. તો મેઘરજ નગરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રજાજનોને ભારે હાલાકી પડી હતી, મેઘરજના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા રહીશોની અવર-જવર બંધ થતા જનજીવન અટકી પડ્યું હતું. મંગળવારે રાત્રીના સુમારે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા મોડાસા શહેર ભુવા નગરમાં ફેરવાયું હતું. વિવિધ વિસ્તારોમાં રોડ બેસી જતા વાહનો ખુંપી ગયા હતા. શહેરમાં વિકાસના કામ પુરજોશમાં ચાલી રહ્યા હોવાથી ઠેર ઠેર ખોદી નાખેલ માર્ગ નગરજનો માટે જોખમી પુરવાર થઈ શકે છે.

Next Story