Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : માલપુરના મેવડા ગામે SBI ના પોપડા ખરી પડ્યા, જાનહાનિ ટળી

અરવલ્લી : માલપુરના મેવડા ગામે SBI ના પોપડા ખરી પડ્યા, જાનહાનિ ટળી
X

રાજ્યમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં મકાનો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની રહી છે. માલપુર તાલુકાના મેવડા ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનું જર્જરિત મકાનની છત તૂટી જતા બેંકમાં રહેલા કોમ્પ્યુટર અને રાચ રચીલાને નુકસાન થયું હતું. સદનસીબે છત તૂટી પડવાની ઘટના રાત્રીના સુમારે બની હોવાથી જાનહાની ટળી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="112482,112483,112484,112485"]

માલપુર તાલુકાના મેવડા ગામે આવેલ બ્રાન્ચ જર્જરિત મકાનમાં વર્ષોથી ચાલી રહી છે. બ્રાન્ચનું મકાન જર્જરિત હોવાથી ગમે તે ઘડીએ તૂટી પડે શનિવારે બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓ બ્રાન્ચ બંધ કરી ઘર ગયા હતા. સોમવારે રાબેતા મુજબ બ્રાન્ચ ખોલતા બ્રાન્ચની છત ખરી પડવાની સાથે બ્રાન્ચમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને રાચ રચીલું તૂટી પડેલું જોવા મળતા લોકો જોવા ઉમટ્યા હતા ગ્રાહકોમાં બેન્કનું મકાન બદલવાની માંગ કરી રહ્યા છે.

Next Story