Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસાની જીનિયસ સ્કૂલમાં શાળા પંચાયત ચૂંટણીનું આયોજન

અરવલ્લી : મોડાસાની જીનિયસ સ્કૂલમાં શાળા પંચાયત ચૂંટણીનું આયોજન
X

જિલ્લા ચૂંટણી અધિકારી મોડાસાની જીનિયસ હાઇસ્કુલ ખાતે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ હતું. શાળા ચૂંટણી પંચાયતમાં જાહેરનામાંથી માંડી નામાંકન પ્રક્રિયા, પ્રચાર, મતદાર યાદી બનાવવી, મતદાન કરવું, પરિણામ તથા શપથવિધિ જેવા ચૂંટણીને લગતા તમામ તબક્કાઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિકલી કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને મતદાર સાક્ષરતા ક્લબ હેઠળ મતદાર જાગૃતિની સાપસીડીની રમત દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પૂરું પાડવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ચૂંટણી સમયે કેવી કામગીરી હોય છે, તે તમામ કામગીરી બાળકોએ જાતે જ નિભાવી હતી. મતદારોએ કેવી રીતે પોતાનું નામ ચકાસવું સહિત કેવા પ્રકારનું મતદાન બુથ હોય છે તે તમામ જાણકારી બાળકોને આપવામાં આવી.

અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન અને નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ની હાજરીમાં જીનિયસ સ્કૂલ શાળા પંચાયત ચૂંટણીનું મોડાસા ખાતે આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ, ભવિષ્યમાં મતાધિકાર પ્રત્યે જાગૃતી દાખવે અને લોકશાહીને મજબૂત કરવા ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો.

Next Story