Connect Gujarat
ગુજરાત

અસામાજિક તત્વો સામે થશે કડક કાર્યવાહી,પોલીસબેડા માં પણ ટોપ ટુ બોટમ ફેરફારના સંકેત

અસામાજિક તત્વો સામે થશે કડક કાર્યવાહી,પોલીસબેડા માં પણ ટોપ ટુ બોટમ ફેરફારના સંકેત
X

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે જણાવતા,પ્રદિપસિંહ જાડેજા

ભરૂચ ખાતે યોજાયેલ શિક્ષક દિન ના અવસર નિમિતે શ્રેષ્ઠ શિક્ષકો નો સન્માન સમારોહમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજયો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાત શિક્ષકો નું સન્માન પણ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પોલીસ વિભાગ માટે ની લોક ચર્ચા માં બદલાવની આવશ્યકતા છે અને કાયદો તેમજ વ્યવસ્થા ની પરિસ્થિતિ જાળવવા કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે.ઉપરાંત રાજ્ય ભરમાં બુટલેગરી આલમ સામે પણ રાજ્ય સરકાર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવો હુંકાર તેઓએ કર્યો હતો.

રાજ્યભર માં હાલ માં ચોરી,લૂંટ,દારૂ,હત્યા જેવી ગંભીર ઘટનાઓ નો આંક ખુબજ વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ પોલીસ તંત્રમાં ધરમુળ થી ફેરફાર કરવાના સંકેતો આપ્યા છે,વધુમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ના હુકમો થી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Next Story