Connect Gujarat
ગુજરાત

અહીં ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને પુરસ્કારમાં અપાય છે ગાય, આ છે તેનું કારણ

અહીં ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને પુરસ્કારમાં અપાય છે ગાય, આ છે તેનું કારણ
X

દેશભરમાં હાલ આઇપીએલનો ફિવર ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં રબારી સમાજ દ્વારા દર વર્ષની માફક VPL-2018 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ટીમને પુરસ્કારમાં ગાય આપવામાં આવી હતી. ગાય માતા પ્રત્યે લોકોમાં આદર વધે તે હેતુથી વિજેતા ટીમે આ પ્રકારની ભેટ આપવામાં આવે છે તેવું આયોજકોનું કહેવું છે.

વડોદરાના લાલબાગ નજીક આવેલા એસઆરપી ગૃપ-1 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રબારી સમાજ દ્વારા VPL-2018 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. સોમવારે રાત્રે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી. સામાન્ય રીતે ક્રિકેટ સહિતની ટુર્નામેન્ટ્સમાં વિજેતા ટીમો અને પ્લેયર્સને ઇનામનાં રૂપમાં ટ્રોફી કે અન્ય પુરસ્કારો આપવામાં આવે છે. પરંતુ વડોદરામાં યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને પુરસ્કારનાં રૂપમાં ટ્રોફી નહીં પરંતુ ગાય આપવામાં આવી હતી.

ગાય માતા પ્રત્યે લોકોમાં આદર અને સન્માન વધે તે હેતુથી છેલ્લાં બે વર્ષથી આયોજકો દ્વારા આ પ્રકારની અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ પ્રસંગે પૂજ્ય રામ બાલક નાથજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story