Connect Gujarat
લાઇફસ્ટાઇલ

‘આંખે-2’નો પ્રોમો રીલિઝ, સ્ટાર કાસ્ટ અંગે થયો ખુલાસો

‘આંખે-2’નો પ્રોમો રીલિઝ, સ્ટાર કાસ્ટ અંગે થયો ખુલાસો
X

વર્ષ 2002માં હીટ ગયેલી ફિલ્મ ‘આંખે’ની સિક્વલ માટે સ્ટાર કાસ્ટ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. ફિલ્મના પ્રોડ્યુસર ગૌરાંગ દોષી અને ડાયરેક્ટર અનીસ બઝમી છે. ‘આંખે’ની સિક્વલમાં પણ અમિતાભ બચ્ચન લીડ રોલ કરી રહ્યા છે.

CqF1li0WcAELhrS

‘આંખે’ની સિક્વલમાં ત્રણ નેત્રહીન વ્યક્તિઓના પાત્રોમાં અનિલ કપૂર, અર્જુન રામપાલ અને અર્શદ વારસી જોવા મળશે. જ્યારે સુષ્મિતાએ કરેલો રોલ ઇલિયાના ડિક્રુઝ કરશે. આ ફિલ્મના ગીતો મીત બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યા છે. અગાઉની ફિલ્મમાં બેંક લૂંટની વાત હતી પરંતુ સિકવલમાં કેસિનો લૂંટની વાર્તા હોવાનું જાણવા મળ્યું છે.

aankhe

‘આંખે’ની સિક્વલ લોન્ચ થવા પર અમિતાભે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘પિંક’ના ગીતના પ્રમોશન દરમિયાન ‘આંખે’ની સિક્વલ લોન્ચ કરવામાં આવી છે. અમિતાભે રિયોમાં મેડલ જીતવા બદલ સાક્ષીને અભિનંદન પણ આપ્યા હતા.

2002માં આવેલી ફિલ્મ ‘આંખે’ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ થઇ હતી અને તેમાં અક્ષય કુમાર, અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુષ્મિતા સેને કામ કર્યું હતું. ફિલ્મમાં ત્રણ નેત્રહીન વ્યક્તિઓ દ્વારા બેંકની દિલધડક લૂંટની સ્ટોરી હતી.

Next Story