Connect Gujarat
દેશ

આંતકવાદીઓની ઘર વાપસી કરાવવા માટે J&K પોલીસ અનોખી શરૂઆત કરશે

આંતકવાદીઓની ઘર વાપસી કરાવવા માટે J&K પોલીસ અનોખી શરૂઆત કરશે
X

આતંકવાદીઓની સંખ્યામાં અસામાન્ય વધારાથી જમ્મુ-કાશ્મીર પોલીસે સંપર્ક કાર્યક્રમ તેજ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પરિવારો દ્વારા નવા ભરતી આતંકીઓને હથિયાર છોડવા અને મુખ્ય પ્રવાહમાં પરત લાવવા તૈયાર કરવામાં આવી શકે. જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિર્દેશક એસ.પી.વૈદ્યએ કહ્યું કે, પોલીસે નવી ભરતી આતંકીઓના પરીવારો સુધી પહોંચી રહી છે અને તેમને કહી રહી છે કે તે પોતાના બાળકોને હથિયાર મુકવા અને ઘરે પરત ફરવાની અપીલ કરે.

તેમણે કહ્યું કે, ગુમરાહ યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સંપર્ક અભિયાન શરૂ રહેશે. તેમણે કહ્યું કે, આમાં કેટલીક સફળતા મળી છે અને ઘણાં આતંકીઓએ આતંકવાદ છોડ્યો છે અને ઘરે પરત આવ્યાં છે. પોલીસના એક અધિકારી અનુસાર આ વર્ષે કાશ્મીરની ઘાટીમાં 80થી વધુ યુવાનો આતંકવાદ સાથે જોડાયા છે જેમાં કેટલાંક પાસે સ્નાતકની ડિગ્રી પણ છે.

રાજ્યના પોલીસ પ્રમુખે કહ્યું કે, પોલીસ પોતાની સામાન્ય કાર્યપ્રણાલીથી અલગ ઘાટીના યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના ભરી તેમના દિલ-દિમાગને બદલી રહી છે.

બીજી તરફ દક્ષિણ કાશ્મીરનાં કુલગામ જિલ્લામાં રવિવારે સુરક્ષા દળોની સાથે થયેલા ઘર્ષણમાં બે આતંકવાદીઓનાં મોત થયા જ્યારે એક અન્ય આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધું. પોલીસે જણાવ્યું કે, કુલગામા જિલ્લામાં કૈમોહનાં ચેદર બાન વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓની હાજરી મુદ્દે એક ગુપ્ત માહિતી મળી હતી. આ અંગે બપોરે જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાએ શંકાસ્પદ મકાનની ઘેરાબંધી કરી લીધી

Next Story