Connect Gujarat
દેશ

આંધ્રપ્રદેશમાં પેટ્રોલ ડીઝલ થયું સસ્તું, મુખ્યમંત્રી નાયડુએ કરી જાહેરાત 

આંધ્રપ્રદેશમાં પેટ્રોલ ડીઝલ થયું સસ્તું, મુખ્યમંત્રી નાયડુએ કરી જાહેરાત 
X

દેશમાં સતત વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને હાલમાં જ એનડીએમાંથી અલગ થયેલ ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બે રૂપિયાનો કાપ મૂકવાનું એલાન કર્યુ છે. દિલ્હીમાં હવે પેટ્રોલ ૨૩ પૈસા મોંઘુ થઈને રૂ.૮૦.૭૩ પ્રતિ લિટર અને ડીઝલ ૨૨ પૈસા મોંઘુ થઈને રૂ.૭૨.૮૩ લિટર થયું છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘોષણા કરી છે કે રાજ્યમાં મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકાર પેટ્રોલ પર ૩૬.૪૨ ટકા અને ડીઝલ પર ૨૯.૧૨ ટકા ટેક્સ (સેલ્સ ટેક્સ/વેટ) વસૂલે છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે રાજસ્થાન સરકારે ઈંધણની કિંમતોમાં રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પેટ્રોલ-ડીઝલ પર રાજ્ય સરકાર દ્વારા વસુલવામાં આવતા વેટને ચાર ટકા ઓછો કરવા માટે ઘોષણા કરી છે.

Next Story