Connect Gujarat
Featured

આંધ્ર પ્રદેશ : વિશાખાપટનમના કોમ્માડી વિસ્તારમાં આવેલ એક ક્વોરન્ટીન સેન્ટરમાં લાગી આગ

આંધ્ર પ્રદેશ : વિશાખાપટનમના કોમ્માડી વિસ્તારમાં આવેલ એક ક્વોરન્ટીન સેન્ટરમાં લાગી આગ
X

આંધ્ર પ્રદેશના વિશાખાપટનમનાં કોમ્માડી વિસ્તારમાં આવેલ એક ક્વોરન્ટીન સેન્ટરમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આ ક્વોરન્ટીન સેન્ટર એક ખાનગી કોલેજ કેમ્પસમાં બનાવવામાં આવ્યું હતું. આગને કારણે અહીં ભાગદોડ મચી હતી. જો કે આગને કારણે કોઇ જાનહાની થઈ ન હતી. જોકે આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

વિશાખાપટનમનાં કોમ્માડી વિસ્તારમાં ક્વોરન્ટીન સેન્ટરમાં લાગેલી આગ બાદ ઘટના સ્થળે પહોંચેલ પોલીસના જણાવ્યા અનુસાર કોમ્પ્યુટર બ્લોકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Next Story