Connect Gujarat
સમાચાર

આઇબોલે વિન્ડો 10 ધરાવતું દુનિયાનું સૌથી સસ્તુ લેપટોપ કર્યું લોન્ચ!

આઇબોલે વિન્ડો 10 ધરાવતું દુનિયાનું સૌથી સસ્તુ લેપટોપ કર્યું લોન્ચ!
X

આઇબોલે દુનિયામાં સૌથી સસ્તુ માઇક્રોસોફ્ટ વિન્ડો 10 ધરાવતુ 11.6 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું છે. જેની કિંમત 9,999 રાખવામાં આવી છે. તે સાથે જ કંપનીએ 14.1 ઇંચનું લેપટોપ 13,999માં લોન્ચ કર્યું છે.

966e05ac-4315-4b17-91e3-cbb18a74f615

કંપનીના દાવા મુજબ બંને લેપટોપમાં HD સ્ક્રીન અને 10,000mAhની બેટરી હશે. તેમાં વિન્ડો 10 પ્રિ ઇન્સ્ટોલ કરેલ હશે. તેમજ 2GB રેમ, માઇક્રો SDકાર્ડ સાથેનું 32GB ઇન બિલ્ટ સ્ટોરજ પણ હશે.

આઇબોલ લેપટોપમાં વૈકલ્પિક ઇન્શ્યોરન્સ પેક પણ આપવામાં આવશે. જેમાં એક વર્ષની વોરંટી, એક્સિડેન્ટલ ડેમેજ અને થેફ્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું છે.

Next Story