Connect Gujarat
દેશ

આજથી ટ્રાન્સપોર્ટસની દેશવ્યાપી હડતાલ

આજથી ટ્રાન્સપોર્ટસની દેશવ્યાપી હડતાલ
X

જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પર અસર થશે

ટ્રક અને બસ ઓપરેટર સંગઠન (AIMTC) તેની જૂની માગોના મુદ્દે આજથી અનિશ્ચિતકાલીન હડતાલ શરૂ કરી રહી છે. ટ્રાન્સપોર્ટસ દ્વારા પાડવામાં આવેલી આજની હડતાલ દરમિયાન લગભગ ૯૫ લાખ ટ્રક-બસોના પૈડાં થંભી જશે. પોતાની વર્ષો જૂની માગણીઓને પૂરી કરવા આશયથી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે હડતાલનો માર્ગ અપનાવ્યો છે. હડતાલની ધમકી પહેલા સરકારે ટ્રાન્સપોર્ટર્સને મનાવવા માટે કેટલીક છૂટછાટ આપવાની ઓફર કરી હતી પરંતુ ટ્રાન્સપોર્ટર્સે તેને ફગાવી દીધી હતી.

ટ્રાન્સપોર્ટર્સની મુખ્ય માગણીઓ

ડીઝલના ભાવોને જીએસટી અધીન લાવવામાં આવે

સમગ્ર દેશભરમાંથી ટોલ ટેક્સને નાબૂદ કરવામાં આવે.

થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પર જીએસટીની છૂટ આપવામાં આવે.

એજન્ટ કમિશનને ખતમ કરવામાં આવે.

ઇન્કમટેક્સ એક્ટની કલમ ૪૪એઈમાં અનુમાનિત આવક હેઠળ લાગતો ટીડીએસ નાબૂદ કરવામાં આવે અને ઈ વે બિલમાં સુધારો કરવામાં આવે.

સરકારની આંશિક છૂટછાટ ટ્રાન્સપોર્ટર્સે ફગાવી

પરિવહન મંત્રાલયે ટ્રાન્સપોર્ટર્સને મનાવવા માટે લોડિંગ સીમા વધારવાની સાથે સાથે ડ્રાઇવરની અનિવાર્યતા, ફિટનેસ સર્ટિફિકેટ અને ઓવરલોડિંગ પર છૂટછાટની ઓફર કરી હતી પરંતુ ટ્રાન્સપોર્ટર્સે ફગાવી દીધી હતી.

Next Story