Connect Gujarat
દેશ

આજથી સંસદનું ચોમાસુ સત્ર: અટવાયેલા 67 બિલ પાસ કરવા માટે 18 દિવસનો સમય

આજથી સંસદનું ચોમાસુ સત્ર: અટવાયેલા 67 બિલ પાસ કરવા માટે 18 દિવસનો સમય
X

વિપક્ષની રણનીતિઃ સરકારને ઘેરવા માટે મહિલા આરક્ષણ, રાજ્યોને વિશેષ દરજ્જો સહિત અનેક મુદ્દાઓ

સંસદના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થવા જઈ રહી છે. સંસદના મોનસૂન સત્રમાં મોબ લિંચિંગ પર ચર્ચા માટે તૃણમુલ કોંગ્રેસે રાજ્યસભામાં નોટિસ આપી છે. આ મુદ્દા પર આરજેડી સાંસદ જેપી યાદવે લોકસભામાં અને માકપાના સાંસદ ડી રાજાએ રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ આપી છે. સંસદના બંને સદનમાં અત્યાર સુધીનાં 67 બિલો અટકેલા છે. વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, મને આશા છે કે સંસદની કામગીરી ખૂબ સરળતાથી ચાલશે. અને સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

સંસદનાં ચોમાસુ સત્ર પૂર્વે મંગળવારે કોંગ્રેસની હેડ ઓફિસમાં વિપક્ષી દળની બેઠક બોલાવામાં આવી હતી. જેમાં સરકારને ઘેરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અવિશ્વાસના પ્રસ્તાવ માટે 12 પક્ષોએ સહમતી દાખવી છે. ચોમાસુ સત્ર દરમિયાન જ રાજ્યસભામાં ઉપ-સભાપતિની ચૂંટણી પણ થવાની છે. કારણ કે પી જે કુરિયનનો કાર્યકાળ હવે પૂરો થઈ રહ્યો છે.

આ સત્રમાં ટ્રિપલ તલાક, ભગોડા કાયદો અને મુસ્લિમ વિવાહ સંરક્ષણ બિલ સરકારના ટોપ એજન્ડામાં છે. 18 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચોમાસુ સત્ર ચાલશે. તેમાં વચ્ચે 6 દિવસની રજા આવે છે. જેથી સરકાર પાસે મહત્વના બિલ પાસ કરાવવા માટે માત્ર 18 દિવસ એટલે કે 198 કલાક જ છે.

સરકારના મુખ્ય એજન્ડાની વાત કરીએ તો, સરકાર ભગોડા અપરાધ અધ્યાદેશ, વાણિજ્ય કોર્ટ સાથે જોડયેલો અધ્યાદેશ, અપરાધિક કાયદા (સંશોધન) અધ્યાદેશ, હોમિયોપેથિક કેન્દ્રીય પરિષદ (સંશોધન) અધ્યાદેશ, રાષ્ટ્રીય ખેલ વિશ્વવિદ્યાલય અધ્યાદેશ, નાદારી સંહિતા (સંશોધન) અધ્યાદેશ લાવવાની તૈયારીમાં છે. બીજી બાજુ ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પેન્ડિંગ છે. તેને પાસ કરાવું સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. સોમવારે જ કેન્દ્ર સરકાર તેના સંકેત આપી ચૂકી છે.

જ્યારે આ જ મુદ્દે વિપક્ષની રણનીતિ અંગે વાત કરીએ તો, મહિલા આરક્ષણ, મોબ લોન્ચિંગ, પેટ્રોલ-ડિઝલની વધતી કિંમત, એસસી-એસટી એક્ટમાં ફેરફાર, અવિશ્વાસ પ્રસ્તાવ અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર હોબાળાના અણસાર છે. બીજી બાજુ મહિલા આરક્ષણ બિલ વિશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સરકાર વચ્ચે સોમવારે જ સવાલ-જવાબ શરૂ થઈ ગયા હતા.

Next Story