Connect Gujarat
ગુજરાત

આજે ગુજકેટ: ગુજરાત બહારના ૯ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે

આજે ગુજકેટ: ગુજરાત બહારના ૯ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે
X

ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે આજ રોજ ૨૩મીએ રાજ્યભરમાં ગુજકેટ લેવાનાર છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી એન્ટરન્સ ટેસ્ટમાં આ વર્ષે મૂળ ગુજરાતના પરંતુ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં ભણતા હોય તેવા ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગુજરાત સરકારે ગત વર્ષથી ઈજનેરીમાં પ્રવેશ માટે જેઈઈ મેઈનના સ્કોરને બદલે ગુજકેટનો સ્કોર સ્વીકાર્યો છે.જેને લઈને ગત વર્ષથી ગુજકેટ લેવામા આવે છે.જો કે ઈજનેરી ઉપરાંત ડિગ્રી -ડિપ્લોમા ફાર્સમીમાં પ્રવેશ માટે પણ ગુજકેટ લેવામા આવે છે.આજે સોમવારના રોજ રાજ્યભરમાં આ ગુજકેટ પરીક્ષા લેવાશે. અમદાવાદ શહેરનું એક તેમજ અમદાવાદ ગ્રામ્યનું એક પરીક્ષા કેન્દ્ર સહિત ગુજરાતના ૩૪ મુખ્ય જીલ્લા પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે.

એક જ દિવસમાં તમામ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાઈ જશે.સવારે ૧૦થી૧૨ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયની,બપોરે ૧થી૨ બાયોલોજી વિષયની અને બપોરે ૩થી૪ ગણિત વિષયની પરીક્ષા લેવાશે.

Next Story