Connect Gujarat
દેશ

આજે ભાજપ અને કોંગ્રેસ લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે બાખડશે

આજે ભાજપ અને કોંગ્રેસ લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે બાખડશે
X

સંસદમાં આજ રોજ એનડીએ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા વિપક્ષે જોરદાર તૈયારી કરી છે. આ મુદ્દે થનારી ચર્ચામાં મોદી સરકારના મંત્રીઓ વિપક્ષી નેતાઓેને હંફાવી દેવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપને એનડીએના અન્ય પક્ષોથી જુદું પાડવાના સપનાં જોઈ રહ્યા છે. વિપક્ષો પાસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પૂરતી સંખ્યા નથી, પરંતુ વિપક્ષ નૈતિકતાના આધારે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

મોદી સરકારની સિદ્ધિઓનું હોમવર્ક કોંગ્રેસે જણાવ્યું હતું કે, અમે ધીમો વિકાસ, ગૌરક્ષાના નામે થતા હુમલા, મહિલા અને દલિત અત્યાચાર, ખેડૂતોના પ્રશ્નો અને ટોળા દ્વારા કરાતી હત્યાઓ જેવા મુદ્દે આજ રોજ સંસદમાં સરકારને ઘેરીશું. બીજી તરફ, ભાજપની એક ખાસ ટીમે પણ વિપક્ષોને જડબાતોડ જવાબ આપવા મોદી સરકારની સિદ્ધિઓનું હોમવર્ક કર્યું છે. આ ઉપરાંત તેઓ દેશના વિકાસ મુદ્દે પણ વિપક્ષી નેતાઓ સાથે આક્રમક જવાબ આપવાના મૂડમાં છે.

નારાજ શિવસેના પણ ભાજપની સાથે અગાઉ ૨૦૦૩માં પણ વિપક્ષોએ વાજપેઇ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હાલ ભાજપને લોકસભાના ૫૩૪માંથી કુલ ૩૧૩ સભ્યનું સમર્થન છે, જેમાં ભાજપના સ્પીકર સહિત ૨૭૪, શિવસેનાના ૧૮, એલજેપીના છ, શિરોમણી અકાલી દળના ચારનો સમાવેશ થાય છે. શિવસેનાએ ભાજપ-વિરોધી તત્ત્વોને નબળા પાડવા ભાજપનું સમર્થન કરીશું. આ ઉપરાંત એઆઈએડીએમકે અને બીજુ જનતા દળનું સમર્થન મળે એ માટે પણ પ્રયાસ કરીશું.

કોંગ્રેસને બીજેડીનો સહકાર ના પણ મળે બીજી તરફ, વિપક્ષને લોકસભામાં કોંગ્રેસના ૬૩ સહિત કુલ ૨૨૦ સભ્યોનું સમર્થન છે, જેમાં એઆઈએડીએમકેના ૩૭, તૃણમૂલના ૩૪, ટીડીપીના ૧૬, ટીઆરએસાના ૧૧ અને (કદાચ) બીજેડીના ૧૯ સાંસદનો સમાવેશ થાય છે. લોકસભામાં શુક્રવારે થનારા અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં ૩૭ સાંસદ ધરાવતા એઆઈએડીએમકેએ ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે. લોકસભામાં ૧૯ સાંસદ ધરાવતા બીજુ જનતા દળે કહ્યું છે કે, અમે અમારું સ્ટેન્ડ આજ રોજ મતદાન વખતે જાહેર કરીશું.

Next Story