Connect Gujarat
સમાચાર

આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ટી-૨૦

આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ટી-૨૦
X

ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં આજ રોજ વિમેન્સ ક્રિકેટમાં ત્રિકોણીય ટી-૨૦ જંગનો પ્રારંભ થશે, જેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો ભાગ લઈ રહી છે.

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં ૦-૩થી વ્હાઈટવોશ સહન કર્યા બાદ ભારતની મહિલા ટીમ ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લેવા મેદાન પર ઉતરશે. સવારે ૧૦.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

ભારતીય ટી-૨૦ મહિલા ટીમની કેપ્ટન તરીકે હરમનપ્રીત છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ અને ઈંગ્લેન્ડની કેપ્ટન હેથર નાઈટ છે. ભારતની ટીમનો મદાર ઈન ફોર્મ ઓપનર સ્મ્રિતિ મંધાનાની સાથે સાથે હરમનપ્રીત તેમજ મિતાલી રાજ પર રહેશે.

Next Story