Connect Gujarat
સમાચાર

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો જંગ

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો જંગ
X

એશિયા કપમાં સતત વિજય બાદ ફેવરિટ બની ગયેલી ભારતીય ટીમ રવિવારે સુપર-4 રાઉન્ડમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે ત્યારે તેનો ઇરાદો વિજયકૂચ આગળ ધપાવીને ફાઇનલમાં પ્રવેશ કરવાનો રહેશે, જ્યારે પાકિસ્તાનનું પ્રદર્શન અત્યાર સુધી અનિશ્ચિત રહ્યું છે.

ભારતીય સમય મુજબ સાંજે 5.00 કલાકે મેચનો પ્રારંભ થશે.

ત્રણ દિવસ અગાઉ પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો આઠ વિકેટે આસાન વિજય થયો હતો. એ મેચમાં મુકાબલો રોમાંચક બનવાની અપેક્ષા રખાતી હતી પરંતુ પાકિસ્તાન જરાય લડત આપી શક્યું ન હતું.બાંગ્લાદેશ સામેની શુક્રવારની મેચમાં ભારત સામે મોટો પડકાર ન હતો. મેચમાં ભારતને ખાસ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. રોહિત શર્માએ અણનમ અડધી સદી ફટકારી અને જાડેજાએ ચાર વિકેટ ખેરવીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો.

રવિવારના આજ રોજ પાકિસ્તાન સામે ભારતની પ્રથમ બેટિંગ આવે તો તેની ખરી કસોટી થશે. બોલિંગમાં અત્યાર સુધી ભારતનો દેખાવ સંતોષજનક રહ્યો છે. બુમરાહ અને ભુવનેશ્વર કુમારે પ્રારંભમાં ટીમને વિકેટો અપાવી છે તો રવીન્દ્ર જાડેજાના આગમન બાદ બોલિંગ અચાનક જ મજબૂત બની ગઈ છે. .

ભારતઃ રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, મનીષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, કુલદીપ યાદવ, યુઝવેન્દ્રસિંહ ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કૌલ..

પાકિસ્તાનઃ સરફરાઝ અહેમદ (સુકાની), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, શાન મસૂદ, શોએબ મલિક, હેરિસ સોહૈલ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, હસન અલી, જુનૈદ ખાન, ઉસ્માન ખાન, શાહીન આફ્રિદી, આસિફ અલી, મોહમ્મદ આમિર.

Next Story