Connect Gujarat
લાઇફસ્ટાઇલ

આજે રિલીઝ થશે 4 ફિલ્મો

આજે રિલીઝ થશે  4 ફિલ્મો
X

આજે ચાર ફિલ્મો રિલીઝ થઇ રહી છે. જેમાં 1920 લંડન, કેપ્ટન અમેરિકાઃ સિવિલ વોર, વન નાઇટ સ્ટેન્ડ, ટ્રાફિકનો સમાવેશ થાય છે.

1920 લંડન

વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ 1920ની ત્રીજી સિરિઝ 1920 લંડનમાં શર્મન જોષી, મીરા ચોપરા અને વિશાલ કર્વલ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મની વાર્તા શિવાંગીની આસપાસ ફરે છે. જે લંડનમાં તેના પતિ વીરસિંગ સાથે રહે છે. એક દિવસ તેના પતિને રાજસ્થાનથી એક ભેટ મળે છે. ત્યારબાદ ઘરમાં કંઇક વિચિત્ર બનાવો બને છે અને તેના પતિની હાલત બગડતી જાય છે. શિવાંગીને લાગે છે કે આ રાજસ્થાનથી આવેલી ભેટમાં રહેલ કાળા જાદુના કારણે થાય છે.

4

શિવાંગી રાજસ્થાન જાય છે. ત્યાં તે જયને મળે છે અને મદદ માટે વિનંતિ કરે છે. જય શિવાંગીની મદદ કરે છે. તેના પતિમાં જયદેવની આત્માએ વાસ કર્યો હોય છે. શા માટે આ આત્મા તેના પતિના શરીરમાં આવે છે?જે જાણવા માટે ફિલ્મ જોવી રહી.

વન નાઇટ સ્ટેન્ડ

જાસ્મિન ડિસોઝાના ડિરેક્શનમાં બનેલી સની લિયોનીની ફિલ્મ વન નાઇટ સ્ટેન્ડ પણ આજે રિલીઝ થઇ રહી છે.

3

ફિલ્મની વાર્તા સલિના અને ઉર્વિલની આસપાસ ફરે છે. તેઓ બંને એક નાઇટ સાથે પસાર કરે છે. ત્યારબાદ બંને પોતપોતાના રસ્તે ચાલી નીકળે છે. સલિના આ વાતને એક સ્વપ્ન માનીને ભૂલી જાય છે. પરંતુ ઉર્વિલ આ સંબંધને ગંભીરતાથી લે છે. ઉર્વિલ સલિનાના પ્રેમમાં પડે છે અને તેનો પીછો કરતા દારૂની લતે ચઢી જાય છે. ફિલ્મમાં બતાવાયું છે કે કઇ રીતે વન નાઇટ સ્ટેન્ડ તેમનું જીવન બદલી નાંખે છે.

ટ્રાફિક

મનોજ બાજપાઇ અને જીમી શેરગીલને ચમકાવતી ફિલ્મ ટ્રાફિક એક થ્રીલર ફિલ્મ છે. જે સત્ય ઘટના પર આધારિત છે.

Manoj Bajpayee starrer Traffic

ફિલ્મમાં એક યુવાનનું એક્સિડન્ટ થાય છે. તેનો જીવ બચાવવા માટે હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે. તે સમયે એક હ્રદય છે તેવી જાણ થાય છે. જેને બાય એર લવાય તો જ દર્દીનો જીવ બચી શકે તેમ હોય છે. પરંતુ જરૂરતના સમયે જ એર સેવા ઉપલબ્ધ થતી નથી. હાર્ટને લાવવા માટે પોલીસ દ્વારા એક ચેઇન બનાવવામાં આવે છે જેમણે નિશ્ચિત સમયમાં એક સ્થાનેથી નક્કી કરેલા સ્થાન સુધી હ્રદયને લઇ જવાનું હોય છે. સમય અને ટ્રાફિક સામેની આ લડાઇમાં પોલીસ દર્દી સુધી હ્રદય લાવવામાં સફળ થાય છે કે નહી

કેપ્ટન અમેરિકાઃ સિવિલ વોર

મારવેલ્સની લેટેસ્ટ સુપરહીરો ફિલ્મ કેપ્ટન અમેરિકાઃ સીવીલ વોર આજે ભારતમાં રિલીઝ થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે સારો દેખાવ કર્યા બાદ આ ફિલ્મ ભારતમાં પણ સારો દેખાવ કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફિલ્મના હિન્દી ડબિંગ માટે બોલિવૂડ સ્ટાર વરૂણ ધવને પોતાનો અવાજ આપ્યો છે.

1

Next Story