Connect Gujarat
ગુજરાત

આજે ૨૨મી ડિસેમ્બર ખૂબ જ મહત્વનો દિવસ : લાંબામાં લાંબી રાત્રિ અને ટુંકામાં ટૂંકો દિવસ

આજે ૨૨મી ડિસેમ્બર ખૂબ જ મહત્વનો દિવસ : લાંબામાં લાંબી રાત્રિ અને ટુંકામાં ટૂંકો દિવસ
X

રહસ્યોથી ભરેલા આ બ્રહ્માંડને નજીકથી નિહાળવું અને સમજવું એ એક અદભૂત લ્હાવો છે, હાલના સમયમાં રોજ આવી અનેક ખગોળીય ઘટનાઓ જોવા મળતી હોય છે. જે પૈકીની એક ઘટના આજે તા.૨૨ ડિસેમ્બરના રોજ સર્જાશે.

આજે તા.૨૨મી ડિસેમ્બર લાંબામાં લાંબી રાત્રિ અને ટુંકામાં ટૂંકો દિવસ છે. આ ઘટનાનું કારણ પૃથ્વી પોતાની ધરી પર થોડી નમેલી છે એટલે વર્ષમાં આ ઘટના બે વાર સર્જાય છે. આ દિવસે ચંદ્રની સ્થિતિ પણ બદલાયેલી જોવા મળશે. આજના દિવસે પૂનમ હોવાથી ચંદ્ર ને પણ ટેલીસ્કોપથી નિહાળવો એક લ્હાવો છે.

વર્ષમાં એક વખત આવી ઘટના ઘટે છે. ૨૨મી તારીખે મકરથી ઉત્તર દિશા તરફ આવશે. જેને આપણી ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. ખરા અર્થમાં તેને ઉત્તરાયણનો પ્રારંભ કહી શકાય છે. પછી દિવસ મોટો અને રાત્રી નાની થતી જશે. ઘટના ૨૧ માર્ચ સુધી ઘટશે. ત્યાર બાદ ફરી દિવસ અને રાત્રી સરખા થઇ જશે.

Next Story