Connect Gujarat
Featured

આજે “5247મી જન્માષ્ટમી” : સમગ્ર દેશ કૃષ્ણ ભક્તિમાં થયો આનંદવિભોર, જન્માષ્ટમીની ઉજવણીમાં ભક્તો થયા વ્યસ્ત

આજે “5247મી જન્માષ્ટમી” : સમગ્ર દેશ કૃષ્ણ ભક્તિમાં થયો આનંદવિભોર, જન્માષ્ટમીની ઉજવણીમાં ભક્તો થયા વ્યસ્ત
X

આજે બુધવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે સમગ્ર દેશ કૃષ્ણ ભક્તિમાં આનંદવિભોર થયો છે, ત્યારે આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણની 5247મી જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષે 60 વર્ષ બાદ ભરણી નક્ષત્ર, કૃત્તિકા નક્ષત્ર અને આઠમ તિથિ સાથે ધન રાશિના ગુરુ ગ્રહનો યોગ બની રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પંચાંગ ભેદના કારણે 2 દિવસ એટલે કે, તા. 11 અને 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જોકે મથુરા અને દ્વારકામાં તા. 12 ઓગસ્ટના રોજ જન્મોત્સવ ઉજવાશે. ઉપરાંત જગન્નાથપુરીમાં તા. 11 ઓગસ્ટની રાતે આ પર્વ ઉજવવામાં આવ્યો હતો.

આજે કૃષ્ણનાં ગુણોને યાદ કરવાનો અને તેમને આત્મસાત કરવાનો દિવસ પણ છે. તો સાથે જ કૃષ્ણ ભક્તિમાં રાધાનું પણ વિશેષ સ્થાન છે. ઉપરાંત તેમને શ્રીકૃષ્ણની શક્તિ પણ માનવમાં આવે છે. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ કંસનો વધ કર્યો અને પાંડવો દ્વારા કૌરવ વંશનો નાશ કરાવ્યો હતો. કૌરવ અને પાંડવોના યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણ 125 વર્ષ પૃથ્વી ઉપર રહ્યાં અને પછી વૈકુંઠ પાછા ફર્યા હતા. ગીતામાં ઉલ્લેખવામાં આવેલી વાતોનું મનોમંથન કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થાય છે. શ્રીમદ ભાગવત, પદ્મપુરાણ, કૂર્મ પુરાણ, ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન કૃષ્ણના નામનો મહિમા ઉલ્લેખવામાં આવ્યો છે. વિવિધ ગ્રંથોમાં નામની અલગ વ્યાખ્યા પણ છે. જેમ કે, ભાગવતમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કાળા રંગથી થાય છે, પરંતુ સાથે જ કૃષ્ણ શબ્દને મોક્ષ આપનાર પણ કહેવામાં આવે છે.

Next Story