Connect Gujarat
ગુજરાત

આઝાદીના ૭૦ વર્ષ પસાર થવા છતાં આજદિન સુધી નેત્રંગ તાલુકાના પછાત ગામોમાં ST બસ આવી નથી

આઝાદીના ૭૦ વર્ષ પસાર થવા છતાં આજદિન સુધી નેત્રંગ તાલુકાના પછાત ગામોમાં ST બસ આવી નથી
X

અંતરિયાળ વિસ્તારના ગામોમાં વસવાટ કરતા લોકોને વિકાસ એટલે શું? એ ખબર જ નથી,

ધોલેખામ, ઢેબાર, કાકરાપાડા, મુંગજ, મચામડી, વાંકલ, ઉમરખેડા, ખુટાપાડા, પાડા અને કોયલાપાડા ગામના સ્થાનિક રહીશોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ અને ઝધડીયા તરફ આવવું-જવવું પડે છે,

ગુજરાત સરકાર ધ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો આપવામાં આવ્યો હતો. જેમાં નવો નેત્રંગ તાલુકો બનાવવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય હેતુ હતો કે રાજયના સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચે અને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય.

પરંતુ કમનસીબે વાયદાઓ પોકળ સાબિત થઇ રહયા હોય તેવું જણાઇ રહયાં છે, જેમાં દેશની આઝાદીના ૭૦ વર્ષ પસાર થવા છતાં આજદિન સુધી નેત્રંગ તાલુકાના પછાત ગામોમાં એસ.ટી બસ આવી નથી, તેવી ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં નેત્રંગ ટાઉનથી ઉત્તર દિશામાં ૧૦ કિ.મીટર બાદ આવેલા ધોલેગામ, ઢેબાર, કાકરાપાડા, મુંગજ, મચામડી, વાંકોલ, ઉમરખેડા, વણખુંટા અને કોયલાપાડા ગામો આવેલ છે, અને જે ૧૦૦ ટકા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.

જેમાં મુખ્યત્વે આ પછાત વિસ્તારના ગામના સ્થાનિક રહીશોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ અને ઝધડીયા તરફ આવવું-જવું પડે છે, જ્યારે એસ.ટી બસની સુવિધાના અભાવે ગામની મહિલાઓ, વયોવૃધ્ધ દંપતીને નેત્રંગ દવાખાનામાં આરોગ્યની તપાસણી અને યુવાનોને રોજીરોટી કમાવવા અંકલેશ્વર અને ઝઘડીયા ઓધોગીક એકમોમાં જવા સહિત પછાત વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ પરિવારના લોકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુ ખરીદી કરવા માટે પણ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહયો છે.

જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે ગરીબ પરિવારના વિધાર્થી વાલીયા, અંકલેશ્વર, ભરૂચ, વાંકલ અને માંડવી જતાં હોય છે, પરંતુ પોતાના ગામમાં એસ.ટી બસ આવતી નહીં હોવાથી ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ આવવું પડે છે, ત્યારબાદ એસ.ટી બસમાં બેસીને અભ્યાસ માટે મુસાફરી કરવી પડે છે, જેથી વિધાર્થીઓને ભારે હાડમારી વેઠવી પડતી હોય છે, જેથી વિધાર્થીઓનું ભવિષ્ય પણ અંધકાર તરફ ધકેલવાની શક્યતાઓ જણાઇ રહી છે,

જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારના ધોલેગામ, ઢેબાર, ઉમરખેડા, ખુટાપાડા, પાડા , કાકરાપાડા, મુંગજ, મચામડી, વાંકલ, અને કોયલાપાડા ગામના રસ્તાના કોઇ ઠેકાણા નથી, જેમાં છેલ્લા ૧પ વર્ષથી રસ્તાનું પ્રાથમિક ધોરણે પણ સમારકામ કરાયું નથી તેવું જાણવા મળ્યુ છે. જેના કારણે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી ૧૦૮ એમ્બલન્સ સમય પર દર્દી સુધી પોહચીં શકતી નથી, જેથી સ્થાનિક રહીશોની હાલત બદ્રતર થઇ જવા પામી છે, જ્યારે નેત્રંગના અંતરીયાળ વિસ્તારધા ગામોમાં વસવાટ કરતા પ થી ૬ હજાર જેટલા સ્થાનિક રહીશોને વિકાસ વિકાસ એટલે શું એ ખબર જ નથી. તેવું જણાવી રહયા છે.

Next Story